નેહરૂ અને ગાંધીના નામ પર સ્થળોના નામ રાખવા પર ઋષિ કપૂરે થયા ગુસ્ટસો કાંઇક આવું કર્યું ટવિટ.

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર ઋષિ કપૂર ફરી એક વખત ટવિટરને કારણે ચર્ચામાં છે. ઋષિ કપૂરે આ વખતે દેશના જાહેર સ્થળોના નામ ગાંધી અને નહેરૂ પર રાખવામાં આવ્યા છે. જેની પર વિરોધ વ્યક્ત કર્યો છે. આ મામલે ઋષિએ ઘણા બધા ટવિટ કર્યા છે. જેમાં તેમણે ગાંધી પરિવારના પૂર્વજોના નામ પર રાખેલ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાજીવ ગાંધી ઉદ્યોગ જેવા નામો પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે ગાંધી પરિવાર સાથે જોડાયેલી વ્યક્તિઓના નામ પર વિવિધ જગ્યાઓના નામકરણ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટવિટ કર્યું છે કે કોંગ્રેસ દેશની સંપત્તિઓનું નામ કરણ ગાંધી પરિવારના નામ સાથે કરવાનું બંધ કરે. બાંદ્રા વર્લી સી લિંકનું નામ લતા મંકેશકર કે જેઆરડી તાતા લિંક રોડ રાખી શકાય છે. “બાપનો માલ સમજી રાખ્યો છે કે શું?”

ઋષિ કપૂરે ટવિટ કર્યું છે કે “ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ? મહાત્મા ગાંધી કે ભગત સિંહ આંબેડકર કે મારું નામ ઋષિ કપૂરનું નામ કેમ નહીં” કેવું ઉછાછરુ લાગે છે આમ કહેવું! તમે શું કહો છો? તેમણે વખ્યું છે કે વિચારો મોહમ્મદ રફી, મુકેશ ખન્ના, મન્ના ડે, કિશોર કુમાર જેવા નામ પર આપણા દેશના વિવિધ સ્થળોના નામ હોત તો, આ માત્ર મારી એક સલાહ છે.

ઋષિ કપૂરને મુંબઇ ફિલ્મ સિટીનું નવુ નામ પણ ખૂબ જ ખટકી રહ્યું છે. તેમણે લખ્યું છે કે ફિલ્મ સીટીનું નામ દિલીપ કુમાર, દેવા આનંદ, અશોક કુમાર કે અમિતાભ બચ્ચન પર હોવું જોઇએ, આ રાજીવ ગાંધી ઉદ્યોગ શું છે? વિચારો મિત્રો!

તેમણે વધુમાં લખ્યું છે કે દેશના મહત્વપૂર્ણ વિસ્તારોનું નામ એવા લોકોના નામે હોવું જોઇએ કે જેમણે દેશ માટે કાંઇ યોગદાન આપ્યું હોય “દરેક ચીજ ગાંધીને નામ? હું સહમત નથી. વિચારો જરા”?

You might also like