‘પાવર’ પંતે જીત્યું ક્રિકેટના ભગવાનનું દિલ, IPL ઇતિહાસની ગણાવી સૌથી BEST ઇંનિગ્સ

નવી દિલ્હી : આઇપીએલમાં રમાયેલ દિલ્હી ડેયરડેવિલ્સ અને ગુજરાત લાયન્સ વચ્ચેની મેચમાં પંતની ઐતિહાસિક ઇનિંગ્સ જોવા મળી. જે ઇનિંગ્સની ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ પ્રંશસા કરી હતી. દિલ્હીના ઋષભ પંતે માત્ર 43 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી ગુજરાત આપેલા લક્ષ્યાંકને તાબડતોબ કરી દિલ્હીને ભવ્ય વિજય અપાવ્યો હતો. ઋષભ પંતે આ શાનદાર ઇનિંગ્સ રમી ક્રિકેટના દિગ્ગજોનું દિલ જીતી લીધું હતું.

ઋષભ પંતે પોતાની શાનદાર ઇનિંગ્સમાં કુલ 9 સિક્સર ફટકારી હતી જ્યારે 6 બાઉન્ડ્રરી મારી હતી. જ્યારે તેની સાથેના બેટસમેન સેમસને 7 સિકસર મારી હતી. ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડૂલકરે ઋષભ પંતની આ ઇનિંગ્સની પ્રશંસા કરી હતી. સચિને આ ઇનિંગ્સને આઇપીએલની અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇનિંગ્સ ગણાવી.
http://sambhaavnews.com/

You might also like