ગોધરાકાંડ બાદ પલિયડમાં થયેલ તોફાનોમાં 28ને નિર્દોષ છોડી મુકાયા

અમદાવાદ : 2002માં થયેલા ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા રમખાણોમાં કલોલના પલિયડમાં થયેલા તોફાનના કેસમાં 28 આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. સાક્ષીઓની જુબાની અને પુરાવાનો અભાવે કોર્ટે તમામ આરોપીને છોડી મુકવાનો આદેશ કર્યો છે. આરોપીઓમાં કલોલ નાગરિક બેંકના હાલના ચેરમેન ગોવિંદભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

ઘટનાની વાત કરીએ તો 2002માં ગોધરાકાંડ બાદ પલિયડમાં પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં આગ ચંપી તથા વાહનોની તોડફોડની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસે 31 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

જેમાંથી 3 આરોપીઓના મોત થતા 28 સામે કલોલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કેસમાં બચાવ પક્ષના વકીલ અને ફરિયાદી પક્ષના વકીલની દલીલો, સાક્ષીઓના નિવેદન તથા પુરાવાઓના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

You might also like