20 વર્ષીય વિદ્યાર્થીની સાથે આપત્તિજનક ફોટામાં જોવા મળ્યો ઉસૈન બોલ્ટ, વાયરલ થયા ફોટા

નવી દિલ્હી: જમૈકાના મશહૂર એથલીટ ઉસૈન બોલ્ટે રિયો ઓલંપિકનો અંત વિવાદો સાથે કર્યો છે. એક 20 વર્ષીય છોકરી સાથે તેમની આપત્તિજનક તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઇ રહી છે. રિયોની રહેવાસી વિદ્યાર્થીની જેડી દુરાતેએ પોતે વોટ્સઅપ પર આ ફોટો શેર કર્યા છે. તેમાં તે બોલ્ટની સાથે હમબિસ્તર જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે 21 ઓગસ્ટના રોજ રિયોની ક્લોજિંગ સેરેમની હતી અને સંયોગથી આ દિવસે બોલ્ટનો 30મો બર્થડે પણ હતો. જેડીએ જે ફોટા શેર કર્યા છે, તેમાંથી એકમાં બોલ્ટ તેને કિસ કરી રહ્યો છે. પોતાન ફોટા પર જેડીએ કહ્યું કે તેમના અને બોલ્ટની વચ્ચે જે પણ થયું તે ખૂબ નોર્મલ હતું. જેડીએ કહ્યું કે ‘મેં એ પણ અનુભવ્યું કે તે કોઇ ફેમર એથલીટ સાથે છે.’

ગર્લફેંડે ‘માય બેબી’ લખી કર્યું ચિયર્સ
બોલ્ટ પોતાના 30મા બર્થડેના અવસરે આખી રાત પાર્ટી કરી રહ્યો હતો. આ પાર્ટીમાં તે જેડીની સાથે-સાથે બીજી અન્ય છોકરીઓ સાથે પણ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ ફોટા સામે આવ્યાના એક દિવસ પહેલાં જ બોલ્ટ પોતાની ગર્લફેંડના લીધે ચર્ચામાં હતો.
bolt1

તેની ગર્લફ્રેંડનું નામ કાસી બૈનેટ છે. બોલ્ટ અને કાસીનો પહેલો ફોટો આ વર્ષે એપ્રિલમાં ન્યૂ કિંગસ્ટનમાં યોજાયેલી એક ઇવેંટમાં સામે આવ્યો હતો. જ્યારે બોલ્ટે ગોલ્ડનો વરસાદ વરસાવ્યો હતો તો કાસીએ એક ફોટો શેર કરતાં તેને ‘માય બેબી’ કહેતાં ચીયર કર્યું.

વાયરલ થયો હતો ડાંસનો ફોટો
આ પહેલાં રિયોની ઓપનિંગ સેરેમની બાદ જ બોલ્ટ વિવાદોમાં આવી ગયો હતો. બ્રાજીલિયન ડાંસર્સની સાથે તેમના સાંબા ડાંસનો એક વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન ડાંસર્સ પણ તેમની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
bolt2

You might also like