ચક્કા ફેંકઃ અમિત સરોહાનું કંગાળ પ્રદર્શન

રિયોઃ ભારતના ચક્કા ફેંક પુરુષ પેરા એથ્લીટ અમિતકુમાર સરોહાએ ગઈ કાલે રિયો પેરાલિમ્પિકના F52 વર્ગની ફાઇનલમાં કંગાળ પ્રદર્શ કર્યું અને સૌથી છેલ્લા ક્રમે રહ્યો. F51 શ્રેણીનાે પેરા એથ્લીટ અમિત ફક્ત ૯.૦૧ મીટરનું અંતર હાંસલ કરી શક્યો અને સાત સ્પર્ધકોમાં સૌથી છેલ્લા ક્રમે રહ્યો. લાટવિયાના એગર્સ એપિનિસે ૨૦.૮૩ મીટરનું અંતર હાંસલ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે પોલેન્ડનાે રોબર્ટ જેકિમોવિચ (૧૯.૧૦ મીટર) સિલ્વર મેડલ અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોર (૧૮.૨૪ મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

You might also like