રિયો પેરાલિમ્પિકમાં રશિયા પર પ્રતિબંધ

રિયોઃ ડોપિંગને લઈને રશિયા હવે એક નવી મુસીબતમાં ફસાઈ ગયું છે. રશિયન એથ્લીટ્સ માટે રિયો ૨૦૧૬ પેરાલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પેરાલિમ્પિક રમતોત્સવ તા. ૭થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. રશિયા માટે આ એક વધુ ઝટકા સમાન છે.

આ પહેલાં ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા માટે રશિયાની ટ્રેક એન્ડ ફિલ્ડ ટીમ અને વેઇટલિફ્ટર્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (આઇપીસી)એ મેક્લોરેન રિપોર્ટના આધાર પર આ પ્રતિબંધ લગાવ્યો છે. ગત મહિને પ્રકાશિત થયેલા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયામાં સરકારની મદદથી ડોપિંગ થયું હતું. આઇપીસીના અધ્યક્ષ સર ફિલિપ ક્રેવિને કહ્યું, ”રશિયામાં એન્ટી ડોપિંગ સિસ્ટમ ભ્રષ્ટ થઈ ગઈ છે અને સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ પડી છે. આને કારણે રશિયન પેરાલિમ્પિક સમિતિને તત્કાળ અસરથી પ્રતિબંધિત કરી દેવામાં આવી છે.”

You might also like