સાનિયા-બોપન્નાની જોડીએ અંતિમ આઠમાં પ્રવેશ મેળવ્યો

રિયોઃ ટેનિસથી ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ઓલિમ્પિકમાં ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. પોતાના પહેલા મુકાબલામાં ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયન જોડી સામંથા સ્ટોસુર અને જોન પીટર્સને પરાજય આપ્યો છે.

ટેનિસના મુકાબલામાં એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન જોડી સાનિયા અને બોપન્નાની જોડીને જબરદસ્ત ટક્કર આપશે, જોકે પહેલા સેટમાં જરૂર થોડો સંઘર્ષ જોવા મળ્યો હતો, પરંતુ ભારતીય જોડીએ બહુ જ આસાનીથી આ મુકાબલો જીતી લીધો. સાનિયા અને રોહને પહેલો સેટ ૭-૫થી જીત્યો અને બીજો સેટ ૬-૪થી પોતાના નામે કરી લઈને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

પહેલા મુકાબલામાં સાનિયા-બોપન્નાએ જેવું પરદર્શન કર્યું છે એનાથી મેડલની આશાઓ ઘણી પ્રબળ બની ગઈ છે, પરંતુ આગામી મુકાબલા આસાન નથી રહેવાના, આથી ભારતીય જોડીએ શાનદાર પ્રદર્શન કરવું રહ્યું, જેનાથી પોડિયમ સુધી પહોંચી શકાય.

You might also like