રિયોમાં ભારતનો ‘36’નો આંકડો

એમ તો ઓલિમ્પિક રમતોત્સવ દુનિયાભરના ખેલાડીઓ માટે ખાસ હોય છે, પરંતુ આ વખતે રિયો ઓલિમ્પિક ભારત માટે વધુ ખાસ છે. એનું ખાસ કારણ એ છે કે ભારત અત્યાર સુધીના ઇતિહાસમાં પોતાનું સૌથી મોટું દળ ઉતારી રહ્યું છે અને એનાથી વધુ ખાસ ભારત છે 36નો આંકડો.
• રિયોમાં આ વખતે ભારતના સૌથી વધુ ખેલાડીઓ ક્વોલિફાય કર્યું છે અને ક્વોલિફાય કરનારા ખેલાડીઓની સંખ્યા છે 36.
• પી. ટી. ઉષા અને ૧૯૮૦ના ઓલિમ્પિક બાદ ૧૦૦ મીટરની દોડમાં ભારત તરફથી ક્વોલિફાય કરનારી પહેલી છે દુતી ચંદ, જે 36 વર્ષ પછી ભારતને મેડલ અપાવી શકે છે.
• ભારતીય મહિલા હોકી ટીમે પણ વખતે 36 વર્ષ બાદ ક્વોલિફાયર કરીને રિયોની ટિકિટ કપાવી અને દેશવાસીઓ ઇચ્છે છે કે આ મહિલા હોકી ટીમ ‘ચક દે ઇન્ડિયા’ની કમાલ દેખાડે.
• આ ઓલિમ્પિકમાં પુરુષ હોકી ટીમ પાસેથી પણ બધાને એ જ આશા છે કે 36 વર્ષ બાદ હોકી ઓલિમ્પિકમાં પોતાની બાદશાહત સ્થાપિત કરે. હોકીમાં ભારતે છેલ્લે ૧૯૮૦ના ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો.
• ધર્મવીર અને 36ઃ ૨૦૦ મીટર દોડમાં હરિયાણાનો ધર્મબીરસિંહ 36 વર્ષ બાદ આ ઓલિમ્પિકમાં ભારત તરફથી ક્વોલિફાય કરનારો પહેલો એથ્લીટ હતો, પરંતુ ડોપિંગમાં નિષ્ફળ જવાને કારણે તે રિયો પહોંચી શક્યો નથી.

You might also like