…તો ભારતને રિયોમાં વધુ બે બ્રોન્ઝ મેડલ મળી શકે!

મોસ્કોઃ રશિયન હેકિંગ ગ્રૂપ ફેન્સી બિયર્સ દ્વારા કરવામાં આવેલો સાચો સાબિત થશે તો ભારતને રિયો ઓલિમ્પિકમાં વધુ બે મેડલ મળી શકે છે, જોકે આ કામ એટલું સહેલું નહીં હોય અને આના માટે લાંબો ઇંતેજાર કરવો પડશે. આ સ્થિતિમાં દીપા કર્માકરને જિમ્નાસ્ટિક્સમાં અને સાનિયા મિર્ઝા-રોહન બોપન્નાને ટેનિસ મિક્સ્ડ ડબલમાં બ્રોન્ઝ મેડલ મળી શકે છે.
ફેન્સી બિયર્સે દાવો કર્યો છે કે વાડાનો ડેટાબેસ તેમણે હેક કરી લીધો છે, જેનાથી જાણવા મળ્યું છે કે અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, તેની બહેન વિનસ વિલિયમ્સ અને રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ મેડલ જીતનારી જિમનાસ્ટ સિમનો બાઇલ્સને પ્રતિબંધિત દવા લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

હેકિંગ સાઇટે એવો દાવો પણ કર્યો છે કે અમેરિકન એથ્લીટ્સ સાથે જોડાયેલી ઘણી ફાઇલ્સને હેક કરી લેવામાં આવ્યા બાદ આ સનસનાટીભરી વાતો જાણવા મળી છે. સિમોન પર વેબસાઇટે જે આરોપ લગાવ્યા છે તેના હિસાબથી સિમોન પર ક્યારનોય પ્રતિબંધ લાગી જવો જોઈતો હતો. જો આમ થશે તો ચોથા નંબર પર રહેલી દીપા કર્માકર બ્રોન્ઝ મેડલ વિજેતા બની શકે છે. ટેનિસમાં સાનિયા અને બોપન્નાની જોડી ચોથા સ્થાન પર રહી હતી. તેમનો સેમિફાઇનલમાં વિનસ અને રાજીવ રામની જોડી સામે પરાજય થયો હતો. વિનસ અને રાજીવ રામની જોડીને સિલ્વર મેડલ જીત્યો હતો.

You might also like