ઓલિમ્પિક વિલેજમાં બીજી ઓગસ્ટે ભારતીય ટીમનું સ્વાગત

રિયોઃ ભારતના ઘણા ખેલાડી જોકે પાછલા કેટલાક દિવસથી ઓલિમ્પિક વિલેજમાં પહોંચી ગયા છે, પરંતુ અહીં તેમનું સત્તાવાર સ્વાગત બીજી ઓગસ્ટે થશે. ભારતના અડધાથી વધુ ખેલાડી અહીં પહોંચી ચૂક્યા છે. ભારતીય દળના નેતા રાકેશ ગુપ્તાએ કહ્યું કે, ”સ્પોર્ટ્સ વિલેજની સુવિધાઓનો ઉપયોગ કરીને સારું લાગી રહ્યું છે. રિયો સુધીની યાત્રા લાંબી છે અને એ મહત્ત્વપૂર્ણ છે કે અમારા ખેલાડીઓ પહેલાંથી અહીંના વાતાવરણ સાથે તાલમેલ સાધી લેશે.”

ભારતીય દળનો સત્તાવાર સ્વાગત સમારોહ બીજી ઓગસ્ટની સાંજે યોજાશે. બધી ટીમને એક ખાસ જગ્યા ફાળવવામાં આવી છે. ગુપ્તાએ કહ્યું, ”સ્વાગત સમારોહ સત્તાવાર કાર્યક્રમ છે, જેમાં ભારતીય તિરંગો ફરકાવાશે અને રાષ્ટ્રગીત ગવાશે.” ભારતની તીરંદાજી ટીમ સૌથી પહેલાં રિયો પહોંચી હતી, ત્યાર બાદ બોક્સર અને શૂટર સ્પોર્ટ્સ વિલેજ પહોંચ્યા હતા.

You might also like