૧૦,૫૦૦ ઍથ્લેટોને ૪,૫૦,૦૦૦ કૉન્ડોમ અપાશે

રિયોઃ ઓલિમ્પિકમાં ૨૦૦ જેટલા દેશોના ઍથ્લેટો ખાસ બનાવવામાં આવેલા ઑલિમ્પિક વિલેજમાં રહેતા હોય છે અને અમુક કિસ્સામાં તેમના માટે ફાઇવસ્ટાર હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી તેમની વિવિધ પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવા પર ધ્યાન આપતી હોય છે. આઇઓસીને લાગ્યું છે કે અસંખ્ય ઍથ્લેટોની સેક્સ સંતોષવાની બાબતમાં પણ દુર્લક્ષ ન સેવવું જોઈએ. એ હેતુથી તેમ જ ‘સેફ સેક્સ’ના સિદ્ધાંતને લક્ષમાં રાખીને આઇઓસીએ ૧૦,૫૦૦ ઍથ્લેટો માટે કુલ ૪,૫૦,૦૦૦ કૉન્ડોમ મોકલવાની યોજના ઘડી છે. એમાં ૩,૫૦,૦૦૦ પુરુષો માટે, ૧,૦૦,૦૦૦ સ્ત્રીઓ માટે, ૧,૭૫,૦૦૦ લુબ્રિકૅન્ટ્સના પૅકેટ્સનો સમાવેશ છે.

You might also like