અભિનવ બિંદ્રાના નેતૃત્વમાં ભારતીય દળે ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો

રિયોના મારકાના સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય દળે પણ પોતાની ચમક વિખેરી હતી. ભારતીય દળનું નેતૃત્વ પોતાના હાથમાં ત્રિરંગો ફરકાવીને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિંદ્રાએ કર્યું હતું. ભારતીય ખેલાડીઓની સ્ટેડિયમમાં એન્ટ્રી થતાં જ ત્યાં હાજર પ્રશંસકોએ તેઓનું શાનદાર સ્વાગત કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ પણ દર્શકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. પરેડમાં ભારતનો ૯૫મો નંબર હતો.

You might also like