લોંગ જમ્પમાં ભારતને ઝટકોઃ અંકિત અયોગ્ય ઠર્યો

રિયોઃ ભારતના અંકિત શર્માને ઓલિમ્પિકની લોંગ જમ્પ સ્પર્ધામાં ગઈ કાલે બે નિષ્ફળ પ્રયાસો બાદ અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો છે. અંકિતે મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં આયોજિત ક્વોલિફાયના ગ્રૂપ-બીમાં ત્રણમાંથી બે પ્રયાસોમાં ખોટી છલાંગ લગાવી હતી. ત્યાર બાદ તે મુકાબલામાંથી હટી ગયો. આ ગ્રૂપમાં કુલ ૧૬ એથ્લીટ હતા, જેમાંથી ૧૫ મુકાબલામાં બની રહ્યા. ચીનના જિયાનાન વાંગે આ ગ્રૂપમાં ૮.૨૪ મીટરની સૌથી લાંબી છલાંગ લગાવી હતી. ઓલિમ્પિકમાં જતા પહેલાં મધ્યપ્રદેશમાં જન્મેલાે અંકિત શર્મા આત્મવિશ્વાસથી ભરપૂર હતો અને તેણે રિયોથી મેડલ લઈને આવવાની આશા વ્યક્ત કરી હતી.

You might also like