રિયોમાં હરિયાણાના ૨૪ ખેલાડી દમ દેખાડશે

ગુડગાંવઃ રિયો ઓલિમ્પિકમાં હરિયાણાના રેકોર્ડ ૨૪ ખેલાડી ભાગ લેશે, આમાં ૧૨ મહિલા ખેલાડી પણ સામેલ છે. હોકીમાં સૌથી વધુ આઠ, જ્યારે એથ્લેટિક્સમાં સાત, કુસ્તીમાં છ, બોક્સિંગમાં બે અને સ્વિમિંગમાં એક ખેલાડી રમતોના મહાકુંભમાં ત્રિરંગાની શાન વધારશે. આમાંથી કેટલાક પહેલી વાર તો કેટલાક બીજી વાર ઓલિમ્પિકમાં ભાગ લેશે.

આ ઉપરાંત હરિયાણા સરકાર ઓલિમ્પિકમાં જઈ રહેલા રાજ્યના તમામ ખેલાડીઓના સન્માનમાં એક ખાસ સમારંભનું આયોજન કરશે, જેમાં દરેક ખેલાડીને રૂ. ૧૫ લાખ રોકડા આપશે.

એથ્લેટિક્સઃ ઇન્દ્ર‌િજતસિંહ (શોટપુટ, ભિવાની), નિર્મલા શ્રેયણ (૪૦૦ મીટર અને ૪ બાય ૪૦૦ મીટર રીલે, ભિવાની), ધર્મવીર (૨૦૦ મીટર, રોહતક), સીમા અંતિલ (ડિસ્ક થ્રો, સો‌િનપત), સંદીપ (૫૦ કિ.મી. પગપાળા ચાલ, મહેન્દ્રગઢ), અંકિત શર્મા (લોંગ જમ્પ, ફરીદાબાદ), લલિત માથુર (૪ બાય ૪૦૦ મીટર, ઝજ્જર).

બોક્સિંગઃ વિકાસ કૃષ્ણન્ યાદવ (૭૫ કિ.ગ્રા., હિસાર), મનોજ કુમાર (૬૪ કિ.ગ્રા., કેથલ).
કુસ્તીઃ યોગેશ્વર દત્ત (૬૫ કિ.ગ્રા ફ્રી સ્ટાઇલ, સો‌િનપત), રવીન્દ્ર ખત્રી (૮૫ કિ.ગ્રા., ગ્રીકો રોમન, સોનિપત), હરદીપ (૯૮ કિ.ગ્રા., ગ્રીકો રોમન), જીંદ), વિનેશ ફોગટ (૪૮ કિ.ગ્રા., ભિવાની), સાક્ષી મલિક (૫૫ કિ.ગ્રા., રોહતક), બબીતા ફોગટ (૫૩ કિ. ગ્રા., ભિવાની).

હોકીઃ સુરેન્દ્રકુમાર (કરનાલ), સરદારસિંહ (સિરસા), દીપિકા ઠાકુર (યમુનાનગર), નવજોત કૌર અને રાની રામપાલ (કુરુક્ષેત્ર), મોનિકા મલિક (સો‌િનપત), પૂનમ મલિક (હિસાર), સવિતા પુનિયા (સિરસા).
સ્વિમિંગઃ શિવાની કટારિયા (૨૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, ગુડગાંવ).

You might also like