સ્વિમિંગપૂલ રાતોરાત સ્કાય બ્લૂમાંથી ગ્રીન બની ગયો!

રિયોઃ બ્રાઝિલમાં ગઈ કાલે ઑલિમ્પિક માટેના મારિયા લેન્ક ઍક્વેટિક સેન્ટરમાં ડાઇવિંગની સ્પર્ધાના બેમાંથી એક સ્વિમિંગપૂલ સ્કાય બ્લૂમાંથી લીલા રંગનો (જમણે) બની ગયો હતો. આ ફેરફાર રાતોરાત થઈ ગયો અને એ વિશે અધિકારીઓ પણ કોઈ કારણ આપી શક્યા નથી. આગલા દિવસે બન્ને પૂલ સ્કાય બ્લૂ રંગના હતા, પણ એમાંથી એક ગ્રીન કલરમાં ફેરવાઈ ગયો હતો. આયોજકોએ બાદમાં કહ્યું હતું કે લીલા રંગવાળા પૂલનું પાણી સ્પર્ધકો માટે કોઈ જ રીતે હાનિકારક નહોતું. અમે આ બનાવની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ અમને એ વાતની ખુશી છે કે સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે. લીલો રંગ બ્રાઝિલનો રાષ્ટ્રીય રંગ છે અને એ સ્વિમિંગપૂલ લીલા રંગમાં ફેરવવામાં આવ્યો હોવાનું મનાય છે. ચીનનો ડાઇવર અહીં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

You might also like