251 રૂપિયાવાળા Freedom 251 ફોનની ડિલિવરી 28 જૂનથી શરૂ

નવી દિલ્હી: રિંગિંગ બેલ્સ પ્રાઇવેટ લિમિટેડ સૌથી સસ્તો એન્ડ્રોઇડ ફોન ‘ફ્રિડમ 251’ બનાવનાર ચર્ચિત કંપનીએ દાવો કર્યો છે કે 28 જૂનથી કંપની ગ્રાહકોને હેંડસેટની ડિલિવરી શરૂ કરી દેશે. ડિલિવરી તે ગ્રાહકોને કરવામાં આવશે જે તેના માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

કંપનીના ડાયરેક્ટર મોહિત ગોયલે પીટીઆઇને જણાવ્યું છે કે ‘અમે પહેલાં ચૂકવણીના આધાર પર કેશ ઓન ડિલિવરી માટે 28 જૂનથી ગ્રાહકોને ફ્રીડમ 251 ફોન ડિલિવર કરવાનું શરૂ કરી દેશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે રિંગિંગ બેલ્સે ફેબ્રુઆરીમાં પોતાની વેબસાઇટના માધ્યમથી ફ્રીડમ 251ના વેચાણ શરૂ કરી હતી. 251 રૂપિયાની કિંમતવાળા આ એન્ડ્રોઇડ ફોન ખૂબ વિવાદમાં રહ્યો, રિંગિંગ બેલ્સને એક ફ્રોડ કંપની પણ ગણાવવામાં આવી. ત્યારબાદ પણ સંભવિત ગ્રાહકોને ભારે પ્રતિક્રિયાના લીધે બે દિવસના વેચાણ દરમિયાન વેબસાઇટ ક્રેશ થઇ ગઇ છે. કંપનીએ દાવો કર્યો છે કે વેબસાઇટ ક્રેશ થઇ હોવાછતાં 30,000 ગ્રાહકોએ ફોન કર્યો હતો.

જો કે, કંપનીએ પ્રોડક્ટ પાછી લઇ લીધી અને સરકારી એજન્સીઓ દ્વારા તપાસ બાદ ગ્રાહકોને પેમેન્ટ રિટર્ન કર્યું. કંપનીનું કહેવું હતું કે 30,000 લોકો ફોન માટે પેમેન્ટ કરી ચૂક્યા હતા અને તેના માટે લગભગ 7 કરોડથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ત્યારબાદ કંપનીએ કહ્યું કે તે કેશ ઓન ડિલીવરી મોડ પર ફોનની ડિલિવરી કરશે. નોઇડા સ્થિત ઓફિસ બદલવાની વાત પર ગોયલનું કહેવું હતું કે તે પોતાના ગ્રાહકોને વાયદો કરી ચૂક્યા છે, ફોનની ડિલીવરી કરવામાં આવશે અને જે લોકોએ ફોન બુક કર્યો છે તેમને ચિંતા કરવાની ચિંતા નથી.

You might also like