રિંગિંગ બેલ્સની નવી અોફરઃ હવે ફ્રીમાં લઈ જાવ ફ્રીડમ ૨૫૧ સ્માર્ટ ફોન

નવી દિલ્હી: દુનિયાની સૌથી સસ્તો સ્માર્ટ ફોન વેચનારી કંપની રિંગિંગ બેલ્સે એક નવી અોફર રજૂ કરી છે. કંપનીઅે પોતાની પહેલી વર્ષગાંઠના અવસરે અેક લોયર્ટી પ્રોગ્રામની જાહેરાત કરી છે. અા લોયર્ટી પ્રોગ્રામ હેઠળ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ કાર્ડ જારી કર્યા છે. જેની સાથે ગ્રાહકોને ફ્રીમાં ૨૫૧ સ્માર્ટ ફોન અાપવામાં અાવશે.

દિલચસ્પ વાત અે છે કે સૌથી સસ્તા સિંગલ કાર્ડની કિંમત ૫૦૦ રૂપિયા છે જે ૨૫૧ની વાસ્તવિક કિંમત કરતાં બે ગણા છે. કંપનીના જણાવ્યા મુજબ ૨૦૦૦ રૂપિયાવાળા પ્લેટિનમ કાર્ડની સાથે ફ્રીડમ ૨૫૧નાં બે યુનિટ અાપવામાં અાવશે. એટલે કે ૧૦૦૦ રૂપિયાનાં કાર્ડ પર ૨૫૧ વાળા બે સ્માર્ટ ફોન મળશે. અા અોફર અે લોકો માટે ફાયદાકારક છે જેઅો અા ફોન માટે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયા અાપવા તૈયાર છે.

રિંગિંગ બેલ્સના સિંગલ કાર્ડની કિંમત ૫૦૦, ગોલ્ડન કાર્ડની કિંમત ૧૦૦૦ અને પ્લેટિનમ કાર્ડની કિંમત ૨,૦૦૦ રૂપિયા છે. કંપનીના જણાવ્યા મુજબ સિલ્વર કાર્ડની સાથે એક ફ્રીડમ ૨૫૧ મોબાઈલ અને કંપનીની કોઈપણ પ્રોડક્ટ ખરીદવા પર પાંચ ટકાનું િડસ્કાઉન્ટ મળશે. તો બીજી તરફ ગોલ્ડ કાર્ડની સાથે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે.

પ્લેટિનમ કાર્ડની વાત કરીઅે તો બે ફ્રીડમ ૨૫૧ મોબાઈલ અને કંપનીની પ્રોડક્ટ પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે. અા તમામ કાર્ડ એક વર્ષ સુધી વેલિડ હશે.

You might also like