અાતુરતાનો અંતઃ નોકિયા ૩૩૧૦ નવા ફીચર્સ સાથે રિલોન્ચ થયો

નવી દિલ્હી: લોકપ્રિય નોકિયા ૩૩૧૦ ફીચર્સ ફોન ગઈ કાલે અોફિશિયલી રિલોન્ચ થયો છે. ફિનલેન્ડની કંપની અેચએમડી ગ્લોબલે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ-૨૦૧૭માં નોકિયા ૩૩૧૦ના નવા વર્ઝનને લોન્ચ કર્યું છે. કંપનીઅે તેને ‘મોડર્ન ટ્રિસ્ટ’ નામ અાપ્યું છે. નોકિયા ૩૩૧૦ નોકિયા બ્રાન્ડનો અત્યાર સુધીનો સૌથી વધુ વેચાનારો ફોન રહ્યો હતો. નોકિયા ૩૩૧૦ની કિંમત ૩૫૦૦ રૂપિયા હશે. કંપનીઅે અે જાણકારી પણ અાપી છે કે નોકિયા ૩૩૧૦ ભારતીય માર્કેટમાં ૨૦૧૭ના બીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થશે.

નવો નોકિયા ૩૩૧૦ (૨૦૧૭) હેન્ડસેટ ૨૨ કલાકના ટોકટાઈમ સાથે અાવે છે. કંપનીનો દાવો છે કે અાની બેટરી મ‌િહના સુધીનો સ્ટેન્ડબાય ટાઈમ અાપશે. નોકિયા ૩૩૧૦ની સાથે કંપનીની લોકપ્રિય સ્નેકગેમની પણ વાપસી થઈ છે. નોકિયા ૩૩૧૦ સ્માર્ટ ફોન ગ્લોસી ફિનિશવાળા રેડ અને યલો કલર તેમજ મેટ ફિનિશવાળા ડાર્ક બ્લૂ અને ગ્રે કલરમાં મળશે.
નોકિયાઅે રવિવારે અાયોજિત ઇવેન્ટમાં બે નવા સ્માર્ટ ફોન નોકિયા ૩ અને નોકિયા ૫ પણ લોન્ચ કર્યા એટલું જ નહીં, નોકિયા ૬ને પણ અાંતરરાષ્ટ્રીય માર્કેટમાં લોન્ચ કરવાની જાણકારી અપાઈ.

અા ફોનની મુખ્ય ખાસિયતોમાં એક અે છે કે તેમાં તમને રેગ્યુલર માઈક્રો-યુઅેસબી સ્લોટ મળશે અેટલે કે પિન ચાર્જરની છુટ્ટી થઈ ગઈ છે. નોકિયા ૩૩૧૦ની સાથે લોકપ્રિય સ્નેકગેમ પરત અાવી છે. કંપનીઅે જણાવ્યું કે સ્નેકગેમને કલર સ્ક્રીન માટે અોપ્ટિમાઈઝ કરાઈ છે. નોકિયા ૩૩૧૦માં એલઈડી ફ્લેશની સાથે બે મેગા પિક્સલનો રિયર કેમેરા હશે, તેમાં ૨.૪ ઇંચનું ક્યુવીજીઅે ડિસ્પ્લે છે. અા હેન્ડસેટ ૨જી કને‌િક્ટ‌િવટી સાથે અાવે છે અને નોકિયા ૩૦+ અોઅેસ પર ચાલશે. ઇનબિલ્ટ સ્ટોરેજ ૧૬ એમબી છે અને તમે ૩૨ જીબી સુધીના માઈક્રોએચડી કાર્ડનો ઉપયોગ કરી શકશો. અાની બેટરી ૧૨૦૦ એમએઅેચની છે.

http://sambhaavnews.com/

You might also like