રિક્ષાચાલકોએ બમણાં ભાડાં વસૂલ્યા

ચૂંટણીપંચના નિયમ મુજબ મતદારોને કોઇ પક્ષ તરફથી વાહનોમાં ઘરેથી મતદાન કેન્દ્ર સુધી લાવવા-લઇ જઇ શકાતા નથી, પરંતુ તેમ છતાં મોટા પક્ષો સહિત નાના પક્ષો અને અપક્ષો પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે ગેરકાયદે વાહનોનો બંદોબસ્ત કરે છે. સામાન્ય રીતે રિક્ષાનું ભાડું ૧૨ કલાકથી ૨૪ કલાકના ૧૮૦થી ૩૦૦ રૂપિયા ચાલે છે, પરંતુ ગઇ કાલે ચૂંટણીમાં મતદારોને મતદાન માટે લાવવા-લઇ જવા માટે રિક્ષાચાલકોએ ૪૦૦થી ૫૦૦ રૂપિયા ઉતારી લીધા હતા અને સાથેસાથે ચા-નાસ્તો અને ખેસ, ટોપી બોનસમાં… રિક્ષાચાલકનું કહેવું છે કે આમાં પકડાય તો જોખમ પણ એટલું જ રહેલું છે!

You might also like