અભિવ્યક્તિની આઝાદીના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃતી નહી ચલાવી લેવાય : કિરેન

નવી દિલ્હી : રામજસ કોલેજ હિંસા અને ગુરમેહર કોર વિવાદનાં મુદ્દે સરકાર અને વિપક્ષમાં ટક્કર ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસે હિંસા માટે સંઘ અને મોદી સરકારને જવાબદાર ઠેરવ્યા છે. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીનાં નામે રાષ્ટ્રવિરોધી નારેબાજી ન કરી શકાય.

કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરેન રિજિજૂએ સોમવારે ટ્વિટ કરીને કહ્યું કે અભિવ્યક્તિની આઝાદીનો અર્થ એ નથી કે કેમ્પસમાં રાષ્ટ્રવિરોધી નારેબાજી કરી શકો. સરકારની આલોચના કરો, પરંતુ માતૃભુમિને ગાળ ન આપો. બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે ભય અને અત્યાચારની વિરુદ્ધ અમે અમારા વિદ્યાર્થીઓ સાથે ઉભા છીએ. અસહિષ્ણુતા અને અન્યાયની વિરુદ્ધ ઉઠેલા દરેક અવાજમાં ગુરમહેર કોર હશે.

ડીયૂ વિવાદ અંગે પ્રેસમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ કહ્યું કે કેટલાક લોકો યૂનિવર્સિટીઝને અલગતાવાદીઓની પ્રયોગશાળા બનાવવા માંગે છે. અસંમતીનું સ્વાગત છે પરંતુ અલગતાવાદને સહન નહી કરવામાં આવે. બીજાની ભઆવાઓને નુકસાન કરવાને અભિવ્યક્તિની સ્વતંત્રતા ન ગણાવી શકાય.

You might also like