રાઇટ નાઉ, આઈ એમ એન્જોઇંગઃ અનુષ્કા

મુંબઇઃ નિર્માત્રી બનીને પહેલી જ ફિલ્મથી નામ કમાઈ લેનાર અભિનેત્રી અનુષ્કા શર્મા ખૂબ જ ઇમાનદારીથી કામ કરવામાં માને છે. તે કહે છે કે હું જેટલું વધુ કામ કરીશ તેટલું ખુદને સંપૂર્ણ રીતે ખર્ચી નાખીશ. મારે એ જ ફિલ્મો કરવી છે, જે હાલમાં મારા માટે જરૂરી છે. મેં અત્યાર સુધી મારી કરિયરની બધી જ ફિલ્મો સમજી-વિચારીને જ પસંદ કરી છે. કોઈ બીજી વ્યક્તિના વિચારોથી મેં મારી જિંદગીના નિર્ણયો લીધા નથી.
અનુષ્કા હંમેશાં કહેતી ફરે છે કે તે ગમે તે સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી શકે છે. આ અંગે વાત કરતાં તે કહે છે, મને હાલમાં અહીં આ ઇન્ડસ્ટ્રીમાં મજા આવી રહી છે, માટે હું ફિલ્મો કરી રહી છું. મને જે દિવસે મજા નહીં આ‍વે ત્યારે હું ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દઈશ. મારા માટે મારું ફેમિલી સૌથી વધુ મહત્ત્વનું છે.
જ્યારે અભિનેત્રીઓની કરિયર ડૂબવા જઈ રહી હોય ત્યારે તેઓ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવે છે, પરંતુ અનુષ્કાએ તો તેની કારકિર્દી સારી ચાલી રહી હતી ત્યારે આ ક્ષેત્રે ઝંપલાવ્યું. આ અંગે તે કહે છે કે જ્યારે કોઈ અભિનેત્રી પોતાની કરિયરને નવો મોડ આપવા ઇચ્છે છે ત્યારે તે અલગ ક્ષેત્રે ઝંપલાવે છે. આજની જનરેશન તો રિસ્ક લેવાથી ડરતી નથી. સમયની સાથે વસ્તુઓ બદલાઈ છે તો આપણે પણ બદલાવું જોઈએ. •

You might also like