બોલો, હવે અાવ્યું કાંડામાં પહેરી શકાય એવું ટેબ્લેટ

વિશ્વની મોટા ભાગની ટેક્નોલોજી કંપનીઓ અવનવી સ્માર્ટવોચ બનાવવાની હોડમાં પડી છે ત્યારે અમેરિકાની રફસ લેબ્સ નામની કંપનીએ સ્માર્ટવોચની જેમ કાંડા પર પહેરી શકાય એવું અનોખું ટેબ્લેટ બનાવીને માર્કેટમાં મૂક્યું છે. રફસ કફ નામનું અા સ્માર્ટવોચ કમ ટેબ્લેટ ૩.૨ ઈંચની ટચસ્ક્રીન ધરાવે છે અને લેટેસ્ટ કોર્ટેક્સ A9 પ્રોસેસરથી સજજ છે.

૧૬, ૩૨ અને ૬૪ ગીગાબાઈટની મેમરી ધરાવતું અા રફસ કફ એન્ડ્રોઈડ કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમથી સજ્જ છે. વળી એમાં જીપીએસ, વાઈફાઈ, બ્લુટૂથ, ડ્યુઅલ માઈક્રોફોન, ઈન-બિલ્ટ સ્પીકર જેવી તમામ સગવડો મોજૂદ છે. અા અનોખા ગેજેટથી ફોનકોલ કરી કે રિસીવ કરી શકાય છે, વીડિયો-કોન્ફરન્સિંગ કરી શકાય છે, ચેટિંગ અને સોશિયલ નેટવર્કિંગ કરી શકાય છે. 

You might also like