બીજા દેશમાં ફરવા જતાં પહેલાં તેના કાનૂન જાણી લો..નહીંતર મુશ્કેલીમાં મુકાશો

જો તમે કોઇ બીજા દેશમાં ફરવા ગયા હોવ અને ત્યાં કંઇક એવું કરી બેસો જે આપણે અહીંયા સામાન્ય બાબત હોય તો…તો તેની પર કાનૂની કાર્યવાહી થઇ શકે છે. એવા સમયે તમે મુશ્કેલીમાં પણ મુકાઇ શકો છો. તો ક્યાંય પણ બહાર ફરવા જતાં પહેલાં આટલું ચોક્કસથી જાણી લેજો.

muchhથાઇલેન્ડમાં ચલણ પર પગ મુકવો કાનૂની અપરાધ છે.

અમેરિકાના લોવા રાજ્યમાં જો કોઇ વ્યક્તિ મુછો રાખે છે તો તે સાર્વજનિક જગ્યાએ કોઇ પણ મહિલાને કિસ નહીં કરી શકે. જો કોઇ વ્યક્તિ એવું કરતાં પકડાશે તો તેને જેલની સજા થશે.

ઓક્લાહોમામાં કુતરા પર ગુસ્સો કરવો અથવા તો તેની સામે ખરાબ મોઢું કરવું તે તમને જેલમાં પહોંચાડી શકે છે.

સમોઆમાં પત્નીનો જન્મદિવસ ભુલી જવો કાનૂની અપરાધ છે.

cakeસાઉદી અરબમાં મહિલાઓ માટે હજુ પણ ડ્રાઇવિંગ અને વોટિંગ ખુબ ગુંચવણભર્યો વિષય છે.

અમેરિકાના મિનસોટા રાજ્યમાં પુરુષ અને મહિલાના આંતરવસ્ત્રોને એક જ જગ્યાએ સુકવવા અપરાધ છે.

દુનિયામાં ફિલિપીન્સ અને વેટિકન સીટી માત્ર એવા બે દેશો છે જ્યાં ડિવોર્સ લેવા કાયદાકીય ગુનો છે.

cheingumસિંગાપોરમાં ચિંગમ ચાવવી કાનૂની અપરાધ છે. અહીં 1992થી આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

જાપાનમાં વધારે વજન હોવું તે કાનૂની અપરાધ છે.

અમેરિકાના ઉટા રાજ્યમાં 65 વર્ષની ઉંમર બાદ પિતરાઇ ભાઇ બહેનના લગ્ન કરી શકાય છે.

ગ્રીસમાં પોલીસ પાસે એવો અધિકાર છે કે કોઇ પણ વ્યક્તિ એચઆઇવીગ્રસ્ત હોવાની શંકા જતાં તેની ધરપકડ કરી શકે છે. પોલીસ તેનો ટેસ્ટ પણ કરાવી શકે છે અને તેને ઘરમાંથી પણ હાંકી શકે છે.

થાઇલેન્ડમાં આતંરવસ્ત્ર પહેર્યા વિના ઘરમાંથી બહાર નીકળનારને 600 ડોલરનો દંડ થાય છે. અહીં ચિંગમ ખાઇને પણ ઘર બહાર ન નીકળી શકાય.

ફિનલેન્ડમાં ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિને તેની આવક જેટલો દંડ ફટકારવામાં આવે છે.

HIVકેનેડામાં જો તમે 10 ડોલર કરતાં વધારેની ખરીદી કરો છો તો તમે સિક્કાનો ઉપયોગ ના કરી શકો.

માલદીવમાં ઇસ્લામ સિવાય કોઇ પણ ધર્મનો પ્રચાર કરવાની મંજૂરી નથી. અહીંયા કોઇ પણ દેશમાંથી બાઇબલ મંગાવવી પણ કાનૂની અપરાધ છે.

બાંગ્લાદેશમાં 15 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ કોપી કરતાં પકડાય તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે.

sky-dyvingફ્રાન્સમાં મૃત વ્યક્તિ સાથે લગ્ન કરવા કાનૂની અપરાધ છે.

ફ્લોરિડામાં ડિવોર્સી મહિલાઓ રવિવારે બપોર પછી સ્કાઇ ડાઇવિંગ નથી કરી શકતી.

You might also like