રિક્ષામાં બે મહિલાને લૂંટનાર મહિલા સહિત ચાર ઝડપાયાં

અમદાવાદઃ ઠક્કરબાપાનગર રોડ પર ધોળા દિવસે ત્રણ દિવસ પહેલા રિક્ષામાં એકલી જઇ રહેલી બે મહિલાઓને રિક્ષાચાલક સહિત બે લોકો છરી બતાવી અને તેમણે પહેરેલા દાગીના રૂ. ૧.૨૨ લાખના ઊતરાવીને ફરાર થઇ જવાના કિસ્સામાં કૃષ્ણનગર પોલીસે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.

ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી ઝુલેલાલપાર્ક સોસાયટીમાં ભાવિકાબહેન બિટલાણી ઓટોરિક્ષામાં તેમના જેઠાણી સાથે ઠક્કરબાપાનગરથી બેઠાં હતાં. દરમિયાનમાં રિક્ષામાં રિક્ષાચાલક સહિત બે લોકો હતા. તેમાંથી એક વ્યક્તિએ છરી કાઢી અને ભાવિકાબહેનને છરી બતાવીને સોનાની ચેઇન અને અન્ય દાગીના મળી રૂ. ૧.૨૨ લાખની મતાની લૂંટ કરી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરતા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસેલી મહિલા આરોપીઓ સાથે મળીને લૂંટનું તરકટ કર્યું હતું. પોલીસે બાતમીના આધારે મહિલા સહિત ચાર આરોપીઓની લૂંટ કેસમાં ધરપકડ કરી છે.

You might also like