રિક્ષા અને બાઈક પલટી ખાઈ જતાં બે વ્યક્તિનાં મોત

અમદાવાદ: સુરેન્દ્રનગરના વઢવાણ નજીક બનેલા અકસ્માતના બનાવમાં બે વ્યક્તિનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ-માળોદ રોડ પરથી મુસાફર ભરી પસાર થઈ રહેલ રિક્ષાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં ટુવા ગામના એક અાધેડનું માથાના ભાગે ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પાંચ પેસેન્જરને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. જ્યારે વઢવાણ નજીક જ દેદાદરા ગામ પાસે બે બાઈક સામસામે અથડાયા બાદ એક બાઈક પલટી ખાઈ જતાં અશોક મકવાણા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like