બિઝી બની રિચા ચઢ્ઢા

હાલમાં રિચા ચઢ્ઢા ખૂબ જ વ્યસ્ત છે. થોડા સમયમાં તે ‘લવ સોનિયા’ નામની અેક ઇન્ડો- અમેરિકન ફિલ્મમાં જોવા મળશે. છેલ્લા થોડા સમયથી તે એક વેબ શો ‘પાવર પ્લે’માં પણ વ્યસ્ત બની છે. તેની ફિલ્મ ‘કેબરે’નું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. અાજકાલ તે ‘ફુકરે’ની સિક્વલ ‘ફુકરે રિટર્ન’ના શૂટિંગમાં બિઝી છે. થોડા સમય પહેલાં રિચાઅે પંજાબી શોર્ટ ફિલ્મ ‘ખૂન અાલી ચિઠ્ઠી’ બનાવી હતી. હવે તે ફરી વાર શોર્ટ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાનું વિચારી રહી છે. તે ન્યૂયોર્કમાં અોલ વુમન પ્રોડક્શન હાઉસ સાથે જોડાઈ ગઈ છે, જે ફીચર અને ડોક્યુમેન્ટરી બનાવે છે. સતત મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી રિચા અા ફિલ્મોથી તે અંગેનો અવાજ પણ બુલંદ કરશે.

રિચાનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તે તામિલ ભાષા ખૂબ જ સારી રીતે બોલી અને લખી શકે છે. કોઈ પણ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તે અે વાત નિશ્ચિત કરી લે છે કે તે ફિલ્મના પાત્ર સાથે મેળ ખાતી હોય તેવી જ બની જાય. અા કારણે તેને કોઈ પણ પાત્રમાં ઘૂસી જવામાં મદદ મળે છે. ભારત અને પાકની મુલાકાત કરીને તેણે નાટકોમાં પણ કામ કર્યું છે. રિચા ઘણા બધાં પરોપકારી સંગઠનોને પણ સહાય કરે છે અને પાલતુ જાનવર માટે ચળવળ લાવે છે.
અભિનય શરૂ કરતાં પહેલાં તેણે પુરુષોના એક ફેશન મેગેઝિનમાં કામ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like