હવે સ્ટેજ પર પાછી ફરી રહી છે રિચા ચઢ્ઢા

અભિનયકળાને દિલના ઊંડાણથી પ્રેમ કરનારી રિચા ચઢ્ઢા દર્શકોને તેની પ્રતિભાનાં નવાં નવાં રૂપ દર્શાવીને હંમેશાં ચકિત કરી દેતી આવી છે. ફિલ્મ અભિનેત્રી બની તે પહેલાં પણ રિચા અભિનય ક્ષેત્રમાં કાર્યરત હતી. બેરી જોનના માર્ગદર્શનમાં તાલીમ લેનારી રિચા રંગમંચ પર પણ ઘણી સફળ રહી છે. આજે પણ જ્યારે સમય મળે ત્યારે રિચા નાટક કરવાનો મોકો છોડતી નથી.

બે વર્ષ પહેલાં દુનિયાભરમાં વિખ્યાત નાટક ‘વ્હાઇટ રેબિટ રેડ રેબિટ’માં અભિનય કરનારી તે બોલિવૂડની પ્રથમ અભિનેત્રી બની હતી. એક વાર ફરી તે એક નાટકમાં વિશેષ ભૂમિકા ભજવવા જઇ રહી છે. ‘ધ લાઇફ ઇન ટેલિંગ’ નામના નાટકમાં તે વિનય પાઠક તથા અશ્વિન મુશરાન સાથે અભિનય કરશે. આ નાટકના બે શો મુંબઇ અને દિલ્હીમાં આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ નાટકમાં ત્રણ વાર્તા છે, જેમાં રિચા અલગ અલગ પ્રકારની ભૂમિકામાં નજરે પડશે.

ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં પણ રિચા નાટક અને રિહર્સલ માટે સમય કાઢી રહી છે. હાલમાં જ તેણે રાજનીતિ પર કટાક્ષ કરતી અનુભવ સિંહાની ફિલ્મ ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. નજીકના ભવિષ્યમાં તે બાયોપિક ‘શકિલા’ અને ‘સેક્શન-૩૭૫’નું શૂટિંગ શરૂ કરવાની છે.

રિચા કહે છે કે થિયેટર કલાકારોની દુનિયા છે અને જ્યારે પણ મોકો મળે ત્યારે હું સ્ટેજ પર અભિનય કરવાનું પસંદ કરું છું. આ મારા માટે ગર્વની વાત છે.

You might also like