રણદીપ હોટ છેઃ રિચા

ઓયે લકી લકી ઓયે, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ફુકરે’ અને ‘મસાન’ જેવી ફિલ્મોમાં પોતાની દમદાર પ્રતિભાનો પરિચય આપી ચૂકેલી રિચા ચઢ્ઢાની ફિલ્મ ‘મૈં ઓર ચાર્લ્સ’ તાજેતરમાં રિલીઝ થઇ. આ ફિલ્મમાં રિચાએ રણદીપ હુડા સાથે કામ કર્યું. તે રણદીપનાં વખાણ કરતાં કહે છે કે રણદીપ ખૂબ જ હોટ છે. કોઇ પણ છોકરી તેની સાથે રિલેશન રાખવા ઇચ્છે છે. રણદીપની પર્સનાલિટી જ એવી છે કે તે કોઇ પણ છોકરીને પોતાના પ્રત્યે આકર્ષિત કરી શકે છે. ફિલ્મમાં બોલ્ડ ડાયલોગ્સ પણ હતા અને રિચા એમ પણ એવા ડાયલોગ્સને દમદાર રીતે બોલી શકે છે. ફિલ્મમાં તેણે બેડરૂમ સીન પણ આપ્યા છે.
રિચા બોલ્ડ સીન કે ડાયલોગ્સમાં કેટલી સહજ હોય છે તે અંગે જણાવતાં તે કહે છે કે ફિલ્મની સ્ક્રિપ્ટની જે ડિમાન્ડ હોય છે તે અનુસાર અમારે કામ કરવું પડે છે. આ ફિલ્મની વાત કરું તો તેમાં રણદીપનું પાત્ર જ એવું છે કે કોઇ પણ છોકરી જે તેને મળે છે તે એના પર ફિદા થઇ જાય છે. રિચા પૂજા ભટ્ટની ફિલ્મ ‘કેબરે’ કરી રહી છે. આ ફિલ્મ અંગે વાત કરતાં તે કહે છે કે જ્યારે ‘કેબરે’નો ઉલ્લેખ આવે છે ત્યારે આપણી સામે હેલનનું નામ આવે છે. લોકોને લાગે છે કે આ ફિલ્મ તેની જિંદગીથી પ્રેરિત છે, પરંતુ એવું કંઇ નથી. હું ‘કેબરે’ ફિલ્મ માટે ક્લાસિકલ ડાન્સની ટ્રેનિંગ લઇ રહી છું. મને ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. મારા મતે તે એક જબરદસ્ત કલા છે. આ ફિલ્મમાં રિચા સ્ટંટ કરતી પણ જોવા મળશે. ફિલ્મમાં એક્શન સીન આપવા તેણે સ્ટંટ પણ શીખ્યા છે.

You might also like