દરેકને કોઈ ભેદભાવનો સામનો કરવો પડે છેઃ રિચા

રિચા ચઢ્ઢા ૨૦૦૮માં ‘ઓયે લકી લકી ઓયે’ ફિલ્મમાં એક નાનકડા રોલથી બોલિવૂડમાં પ્રવેશી. ત્યારબાદ ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના બે ભાગે સ્પષ્ટ કરી દીધું કે તે એક પ્રતિભાશાળી અભિનેત્રી છે. ત્યારબાદ તેની ‘રામલીલા’ અને ‘મસાન’ જેવી ફિલ્મો આવી, જેણે ઇન્ડસ્ટ્રીની ગંભીર અભિનેત્રીઓમાં સામેલ કરી. પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડ અંગે વાત કરતાં તે કહે છે કે મારા પિતા પંજાબી અને માતા બિહારી છે. મારો જન્મ અમૃતસરમાં પંજાબના ખરાબ સમય દરમિયાન થયો ત્યારે હું માત્ર દોઢ વર્ષની હતી. તે સમયે અમારા પરિવારને નિશાન બનાવાયો અને અમે દિલ્હી ચાલ્યાં ગયાં. અમારે પંજાબમાં અમારું બધું જ છોડીને દિલ્હીમાં નવેસરથી જિંદગી શરૂ કરવી પડી.

હું માનું છું કે આપણા દેશમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ આધાર પર ભેદભાવનો સામનો કરવો પડે છે. ભલે તે ધર્મના આધાર પર હોય, જાતિના આધાર પર કે વર્ણના આધાર પર. મારાં માતા-પિતા બંને શિક્ષણની લાઇનમાં છે. તેઓ હંમેશાં પોઝિટિવ રહ્યાં અને આ વિશે મને ક્યારેય વાત ન કરી.પોતે સિરિયસલી કોઈ વ્યક્તિ સાથે ડેટ કરી છે? તે સવાલના જવાબમાં તે કહે છે કે હું જ્યારે સોફિયા કોલેજની હોસ્ટેલમાં હતી ત્યારે હું એક ડોક્ટર સાથે ડેટિંગ કરી રહી હતી. મારા ઘૂંટણમાં દુખાવો થયો હતો અને તે ફિઝિયોથેરાપિસ્ટ હતો. મને લાગ્યું કે તે મને પસંદ કરે છે, કેમ કે મારો ઇલાજ થયા બાદ પણ સતત તે આવતો રહેતો. અમે ત્રણ વર્ષ સુધી એકબીજાને મળતાં રહ્યાં, પરંતુ એક કલાકાર હોવાના નાતે મારે એવી વ્યક્તિ જોઇએ, જેમાં ધીરજ હોય અને જે તમારી જીવનશૈલીનો સ્વીકાર કરે. •

You might also like