હોટ-બોલ્ડ અને બ્યુટીફૂલ રિચા

રિચા ચઢ્ઢા બોલિવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે, જે બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેણે પોતાના અભિનયનાં હંમેશાં વખાણ સાંભળ્યાં છે. તે થોડા થોડા સમયે સાબિત કરતી રહે છે કે તેનામાં ગ્લેમર પણ ભારોભાર ભરેલું છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી લઇને ‘મસાન’ જેવી ફિલ્મોમાં અભિનય માટે ખૂબ જ વખાણ મેળવી ચૂકેલી રિચા ખૂબ જ જલદી ‘સરબ‌િજત’ અને ‘કેબરે’માં જોવા મળશે. થોડા સમય પહેલાં એક મેઇન મેગેઝિનના કવરપેજ માટે તેણે કરાવેલા ફોટોશૂટથી પણ તે ખૂબ ચર્ચામાં આવી હતી.

રિચાએ આ મેગેઝિન માટે બિ‌િકનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. ‘કેબરે’માં બોલ્ડ અંદાજ માટે તે ચર્ચામાં છે. અત્યાર સુધી પોતાની કરિયર દરમિયાન તેણે સાબિત કરી દીધું છે કે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં તેના જેવી દમદાર અભિનયમાં માહેર અન્ય કોઇ બોલ્ડ સુંદરી નથી. પોતાની આ ફિલ્મ અંગે રિચા કહે છે કે ‘કેબરે’ મારી પહેલી સંપૂર્ણ કોમર્શિયલ ફિલ્મ છે, જે ફિલ્મને મેં ડાન્સ પ્રત્યેના મારા પ્રેમ અને એક પ્રયોગના રૂપમાં કરી છે, તેથી ફિલ્મને લઇને થોડી નર્વસ પણ છું. ફિલ્મોમાં વિવિધ પ્રકારનો રોલ ભજવવાનો અવસર મળતાં તે પોતાની જાતને લકી માને છે. રિચાએ અન્ય એક નિર્ણય પણ લીધો હતો કે ‘કેબરે’ ફિલ્મનો તેનો લુક રિલીઝ ન થાય તે માટે તે સેટ પર સ્માર્ટ ફોન પણ લઇ જતી નહોતી. અન્ય વ્યક્તિઓ માટે પણ ફોન લઇ જવાની મનાઇ હતી. •

You might also like