વધેલા ભાતમાંથી બનાવો ચટપટા કબાબ

સામગ્રી

1 કપ ભાત

½ કપ મોઝરેલા ચીઝ

¼ ચમચી મરી પાવડર

3 નંગ બ્રેડ

2 ચમચી ટામેટાનો સોસ

½ કપ કાપેલા શાક (કેપ્સિકમ મરચા, બીન્સ, ગાજર, ડુંગળી)

½ ચમચી લસણની પેસ્ટ

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ તમામ શાકને બરોબર ધોઇને કટ કરી લો. હવે એક બાઉલમાં કાળા મરી અને ચીઝ બરોબર મિક્સ કરો. અન્ય એક બાઉલમાં ભાત, શાકભાજી મિક્સ કરો. તેમાં લસણ, કોર્નફ્લોર, મીંઠુ, લાલ મરચું, ટામેટાની ચટણી એડ કરો. બ્રેડના નાના ટૂંકડા કરીને તેને મિશ્રણમાં એડ કરો. બધુ જ બરોબર મિક્સ કરી લો. આ રીતે કબાબનું બહારનું લેયર તૈયાર કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. કબાબના મિક્ષણને હથેળી પર લો. તેમાં મોઝરેલા ચીઝનું મિક્ષણ ગોઠવી અને હળવા હાથે કબાબ આકરાની ટિક્કી બનાવો આ રીતે તમામ ટિક્કી બનાવી લો. તેને ધીમા તાપે તેલમાં લાઇટ બ્રાઉન તળી લો. તૈયાર કબાબને તમે ચટણી કે સોસ સાથે ખાઇ શકો છો.

http://sambhaavnews.com/

You might also like