વ્લાદિમિર પુતિનના અંગત મિત્ર ટિલરસન બન્યા અમેરિકાનાં નવા વિદેશ મંત્રી

વોશિંગ્ટન : એક્સોન મોબિલનાં પુર્વ અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી રેક્સ ટિલર્સને અમેરિકાનાં વિદેશ મંત્રી સ્વરૂપે શપથગ્રહણ કર્યા છે. સેનેટની તરપથી પૃષ્ટિ થયા બાદ ટિલર્સને શપથ લીધા. સેનેટની તરફથી પૃષ્ટી થયા બાદ ટિલર્સને શપથ લીધા હતા.

રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસનાં ઓવલ કાર્યક્રમમાં શપથ ગ્રહણ સમારંભમાં કહ્યું કે, તમારે પશ્ચિમ એશિયા અને વૈશ્વિક પડકાર વિરાસતમાં મળ્યા છે, પરંતુ મારૂ માનવું છે કે,આ અત્યંત સંકટગ્રસ્ત સમયમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે.

સેનેટમાં 64 વર્ષીય ટિલરસનનાં નામના મતદાનમાંમાં 56 લોકોએ તેમનાં પક્ષમાં જ્યારે 43 લોકોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. તેમને ઉપરાષ્ટ્રપતિએ શપથ ગ્રહણ કરાવ્યા હતા.

નવા વિદેશ મંત્રીએ આની પહેલા કોઇ રાજનીતિક પદ પર કામ નથી કર્યું. તેને રશિયા સાથે પોતાના સંબંધોના મુદ્દે ઉંડી તપાસનો સામનો કરવો પડી રહ્યો છે.

સેનેટમાં ડેમોક્રેટિક સાંસદોએ રશિયા અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન સાથેનાં તેમના સંબંધોનો ઉલ્લેખ કરતા તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વારેને કહ્યું કે રશિયાની સાથે ટિલરસનનાં વ્યાપક અને લાંબા સંબંધોનો અર્થ છે કે અમેરિકા પોતાના હિતો માટે તેમના પર વિશ્વાસ ન કરી શકે.

You might also like