રેવાડીઃ વિદ્યાર્થીનીઓ સામે નમી સરકાર, સ્કૂલ થશે અપગ્રેડ

નવી દિલ્હીઃ હરિયાણાના રેવાડીમાં સ્કૂલના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ એક સપ્તાહથી વધારે ચાલી, ભીષણ આગ વચ્ચે ભૂખ હડતાલ પર ઉતરેલી વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હતી. બુધવારે ત્રણ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવી હતી. અત્યાર સુધી લગભગ 10 વિદ્યાર્થીનીઓની તબિતયત બગડી હતી. જ્યારે બીજી તરફ હરિયાણાના શિક્ષણમંત્રીએ વિદ્યાર્થીનીઓના આંદોલનને રાજનીતિ ગણાવ્યું હતું. શિક્ષામંત્રીએ જણાવ્યું હતું કે તે એ વિદ્યાર્થીઓને અપીલ કરે છે. તેઓ રાજનીતિના ચક્કરમાં ન આવે. તેમણે વિદ્યાર્થીનીઓને અનશન પૂર્ણ કરવા જણાવ્યું છે. શિક્ષામંત્રીએ કહ્યું છે કે અપગ્રેડનું કામ પ્રોસેસમાં છે.  જોકે આ બધાની વચ્ચે હરિયાણા સરકારે સ્કૂલ અપગ્રેડનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

રેવાડીના ખોલ બ્લોકમાં ગામ ગોઠડા ટપ્પા હડિનાની 80 વિદ્યાર્થીનીઓ છેલ્લાં એક સપ્તાહથી અનશન પર હતી. તેમની માંગ હતી કે ગામમાં 10માં ધોરણથી વધારેની સીનિયર સેકન્ડરી સુધી સ્કૂલ વધારવામાં આવે. જેથી વિદ્યાર્થીઓ 12માં સુધી અભ્યાસ કરી શકે. વિદ્યાર્થીઓને દસમાં ધોરણથી આગળનો અભ્યાસ  કરવા માટે ગામથી ત્રણ કિલોમીટર દૂર અન્ય ગામમાં જવું પડે છે. સ્કૂલ આવવા જવામાં તેમની સાથે છેડછાડ પણ થાય છે. છોકરાઓ એટલા હોશિયાર હોય છે કે હેલમેટ પહેરીને આ રીતનું કૃત્યુ કરે છે. જેથી તેમની ઓળખ પણ થઇ શકતી નથી.

http://sambhaavnews.com/

You might also like