Categories: Art Literature

આઝાદીની ચળવળમાં  ક્રાંતિદંપતીનું યોગદાન

અવાજ નહીં, એક અવિશ્રાંત બહાદુરની ઘાટાલાવસ્થા!

સુખદેવે દોડીને તેમની પાસે આવવા પ્રયાસ કર્યો. બોમ્બનો એક ટુકડો તેના ડાબા પગમાં ઘૂસી જતાં લોહી વહેવા લાગ્યું. એટલે શરીર પરનું બનિયન ઉતારીને પગે પાટો બાંધ્યો. ભગવતીચરણનો આખો લોહીથી લથપથ દેહ હતો. વૈશંપાયને પોતાનું ખમીસ ઉતારીને તેમના રુધિરને અટકાવવા પાટો બાંધ્યો.

…પણ, આ સ્થિતિ વધુ સમય સુધી રહે તો પોલીસ આવી જાય. જલદીથી કોઠીમાં સાથીદારોને ખબર તો આપવી જ રહી.

સુખદેવરાજ લંગડાતા પગે શહેરમાં જવા નીકળ્યા.

ભગવતીચરણના ચહેરા પર ક્રાંતિની ખુશી હતી, સમર્પણનો સંતોષ હતો. જમીન પર લોહી વહી રહ્યું હતું. વૈશંપાયન સંતરાની છાલ કાઢીને તેમની તરસ છીપાવવા માટે કોશિશ કરી રહ્યા હતા. રસના થોડાંક ટીપાં મોંમાં રેડ્યાં. આખું શરીર ક્ષત-વિક્ષત હતું. બોલ્યાઃ ભગવતીભાઈ, અસહનીય દર્દની વચ્ચે શબ્દના થોડાક ટુકડાઃ

‘વૈશંપાયન, ભારે કરી. ભગતસિંહ-બટુકેશ્વરને હું છોડાવી ન શક્યો!લ્લ

પછી કહેઃ ‘પણ તમારે બધાએ એ કામ કરવાનું છે. દુર્ગા તમને મદદ કરશે…’

દુર્ગા-સ્મરણ!

જીવનસંગિનીનું છેલ્લું સ્મરણ!

અને તે પણ, ક્રાંતિકાર્યમાં પતિના દેહાવસાન પછી આગળ ધપાવશે એવા વિશ્વાસનો જ પુનરોચ્ચાર!

સુખદેવરાજ લંગડાતી ચાલે પાણીની એક પરબ પાસે પહોંચ્યા. એક ઘોડાગાડીવાળો પસાર થયો તેને રોક્યો. પેલો તો બિચારો આટલાં વહેતાં લોહીથી જ ફફડી ગયો. સુખદેવરાજે મનાવ્યો, ‘ઝાડ પર ચડ્યો હતો ત્યાંથી પટકાતાં આવું થયું છે.’ સનાતન ધર્મ કૉલેજ સુધી ગાડી પહોંચી. ત્યાંથી બીજી ઘોડાગાડી કરી.

ઘરે સૌ રાહ જોતા હતા. ઘોડાગાડીનો અવાજ સંભળાતા ફાળ પડી. મકાનમાંથી એક સાથી બહાર આવ્યો, ગાડીમાં ઘાયલ સુખદેવરાજ હતા, તેમને ટેકો આપીને ઘરમાં લઈ ગયા. આઝાદ, મદનગોપાળ, યશપાલ તમામને વિગત જણાવી. તત્કાળ મોટરકાર, સ્ટ્રેચર, ડૉક્ટર સાથે રાવી નદી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી. યશપાલ છેલ બિહારીને લઈને ત્યાં પહોંચ્યા. રસ્તામાં નક્કી કર્યું હતું કે ડૉક્ટરને ત્યાં લઈ જશું તો બધી વાત ખુલ્લી પડી જશે. એટલે ટેક્સીમાં પહોંચ્યા. ઘાયલ ભગવતીચરણને તેમાં સુવડાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. ઘાવ એટલા બધા હતા કે શરીર ચાળણી જેવું બની ગયું હતું. યશપાલે છેલ બિહારીને કહ્યું કે, તું ભગવતીચરણની પાસે રહે, હું બીજી વ્યવસ્થા કરીને પાછો આવું. યશપાલે વૈશંપાયનને સાથે લીધા અને મેડિકલ કૉલેજના ક્રાંતિકારી વિદ્યાર્થી બ્રહ્માનંદને મળ્યા. (આ બ્રહ્માનંદ એટલે આપણા હિન્દી સાહિત્યકાર સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયન ‘અજ્ઞેયલ્લના ભાઈ. અજ્ઞેય પોતે ક્રાંતિકારી હતા.) બ્રહ્માનંદ તેના કેટલાક વિશ્વાસુ મિત્રોને સાથે લઈને ઘટનાસ્થળે પહોંચ્યા. આટલી દોડધામમાં સાંજ થઈ ગઈ હતી. જંગલમાં અંધારું પ્રસરેલું હતું. ટોર્ચના અજવાળે જગ્યાને શોધવી પડી. જઈને જોયું તો મૃત્યુને વરી ચૂકેલા, લોહીલુહાણ ભગવતીચરણનો મૃતદેહ. તેની પાસે કોઈ જ નહીં! જેને જવાબદારી સોંપી હતી તે છેલ બિહારી ક્યાં ગયો? કદાચ પશુ-પ્રાણીના ભયથી તેણે જગ્યા છોડી દીધી હતી અને સંકેત માટે ઝાડીઝાંખરાંમાં ચીથરાં બાંધ્યાં હતાં; જેથી સાથીદારોને જગ્યા શોધવામાં તકલીફ ના પડે.

ભગવતીચરણ પર ચાદર ઓઢાડવામાં આવી. કોઠીમાં આઝાદ રાહ જોઈ રહ્યા હતા. સુશીલા દીદી-દુર્ગાભાભીને હિંમત રાખવા તે પ્રયાસ કરી રહ્યા હતા.

દુર્ગાભાભીને આશા હતી ઃ ‘વે જરૂર વાપસ આયેંગે…લ્લ પણ આશા-કિરણો લાહોરની અંધારી રાતમાં અસ્ત થઈ ગયાં હતાં. આઝાદ પણ ખળભળી ઊઠ્યા. ચિત્તમાં હાહાકાર-‘થિન્ક ટેંકલ્લની આવી વિદાય! આઝાદ કદાચ, પહેલી વાર ધ્રૂસકાભેર રડી પડ્યા. કોણ કોને આશ્વાસન આપે?

દુર્ગાભાભીનો ચહેરો શૂન્ય પણ હૃદયમાં પ્રિયજનને ગુમાવ્યાનો ખળભળાટ, પણ આ તો ક્રાંતિકારોનાં ભાભી હતાં, તેણે ‘માતાલ્લની ભૂમિકાને સાર્થક કરવાની હતી. બધાંને હિંમત પૂરી પાડવાની હતી. તેમણે પૂછ્યુંઃ ‘તેમના છેલ્લા શબ્દો શું હતા?’

આંસુ ખાળતા સાથીદારો કહેઃ ‘ત્રૂટક અવાજે ભગવતીભાઈ બોલતા રહ્યા કે દુર્ગાને કહેજો કે ભગતસિંહ-દત્તને છોડાવવાના છે, તત્પર રહે!’

ભાભીએ આઝાદની સામે જોઈને કહ્યુંઃ ‘મારો દેવતા હૂતાત્મા થઈ ગયો. તેમની ઇચ્છાની પૂર્તિ આપણે કરીશું… આપણી ફરજ છે…’

દુર્ગાભાભીની પ્રેમ-કથામાં દૃઢતા અને સમર્પણની ધારા છે… આ પ્રણય પતિ માટે, સાથીદારોને બાળકો તરીકે, આઝાદને ‘બડે ભૈયાલ્લ તરીકે, ભગતસિંહને ‘વીર ભૈયાલ્લ તરીકે અને સમગ્ર રીતે દેશ પ્રત્યેનો હતો…

(ક્રમશઃ)

——————————-.

Maharshi Shukla

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 days ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 days ago