પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરીથી વધારો, પેટ્રોલ 70 રૂપિયે લિટર થયું

પ્રજા પહેલેથી જ મોંઘવારીનો ભાર સહન કરી રહી છે, એવામાં મોંઘવારીના માર વચ્ચે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધતાની સાથે જ હવે પેટ્રોલનો ભાવ ફરીથી 70રૂપિયાએ પહોંચી ગયો છે.

ડિઝલ પણ સસ્તું રહ્યું નથી. ડિઝલનો ભાવ પણ રૂપિયા 65ને પાર પહોંચી ગયો છે. સરકાર તરફથી વાહનચાલકોને અને મધ્યમવર્ગને ફરીથી એક આંચકો મળ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 70.30 રૂ. પ્રતિ લિટર જયારે ડિઝલનો ભાવ 65.73 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યો છે.

સુરતમાં પેટ્રોલનો ભાવ 70.30 પ્રતિ લિટર છે, તો ડિઝલનો ભાવ 65.73 રૂપિયા પ્રતિ લિટર છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઈલનો ભાવ ઉંચાઈએ પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક પેટ્રોલ ડિઝલની કિંમતમાં પણ વધારો થયો છે.

એક તરફ શિયાળો પતવા આવ્યો હોવા છતાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થયો નથી. પહેલેથી જ મધ્યમવર્ગની પ્રજાને માર પડી રહ્યો છે, એવામાં પેટ્રોલ-ડિઝલનો ભાવ વધતાં ફરીથી જનતાના ખિસ્સા પર માર પડશે.

You might also like