પબ્લિક રિવ્યૂ: ‘રેવા’ અચૂક જોવા જેવી અદભુત ગુજરાતી ફિલ્મ

‘રેવા’ ફિલ્મની સ્ટોરી ખૂબ જ સારી રીતે પકડને મજબૂત કરે છે. મા નર્મદાની પ‌િરક્રમા કરાવતી નવલકથા ‘તત્ત્વમસિ’ પરથી બનેલી આ ફિલ્મ છે. ફિલ્મમાં વારંવાર આવતા ટ્વિસ્ટ સસ્પેન્સ જેવો અનુભવ કરાવે છે. ફિલ્મની વાર્તા યુનિક છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.નિખિલ પટેલ, ઘાટલોડિયા

રાહુલ ભોલે-વિનિત કનોજિયાનું ડિરેક્શન વખાણવાલાયક છે. ફિલ્મમાં જળ અને જીવનના ગંભીર મુદ્દા બહુ સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મની ખાસિયત તેના ડાયલોગ છે. મોનલ ગજ્જર દરેક સીનમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.સાગર અયાલની, વાડજ

ફિલ્મનું સંગીત ઘણું સારું છે. સ્ક્રિપ્ટરાઈટિંગ પણ સારું કરવામાં આવ્યું છે. ફિલ્મના તમામ કલાકારોએ પોતાના કિરદારમાં શ્રેષ્ઠ અભિનય આપ્યો છે. પ્રશાંત બારોટ, યતીન કાર્યેકરે પોતાના રોલમાં પરફેક્ટ પર્ફોર્મન્સ આપ્યું છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.જતન પાઠક, આનંદનગર

‘રેવા’ ફિલ્મની વાર્તા મજબૂત છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે, જેમાં અધ્યાત્મ છે, શ્રદ્ધા છે. નર્મદા આસપાસનાં લોકેશન સુંદર રીતે દર્શાવાયાં છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.ડૅનિશ ગોકાણી, મણિનગર

‘રેવા’ ફિલ્મમાં અનેક એવી ક્ષણો છે, જેના લીધે ફિલ્મમાં એકતાનાં દર્શન થાય છે. કી‌િર્તદાન ગઢવીના અવાજમાં ગવાયેલું ફિલ્મનું ટાઈટલ ટ્રેક હોય કે સંગીત જલસો ગીત વખતોવખત સાંભળવાનું મન થાય છે. હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ.શુભમ રાઠોડ, ઘાટલોડિયા

ડિરેક્શન ફિલ્મને ચાર ચાંદ લગાવી જાય છે. ફિલ્મમાં આદિવાસી પ્રજાની ખુમારી, લોકજીવન, પ્રકૃતિ, સંસ્કૃતિ ખૂબ જ સરસ રજૂ કર્યાં છે. ફિલ્મના તમામ કલાકારે ખૂબ જ સારી એક્ટ્ગિ કરી છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ.
જય સંઘાણી, બોડકદેવ

You might also like