લોકો હવે ભ્રષ્ટાચાર અને કુશાસન સહન નહી કરે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હાલમાં જ દેશમાં યોજાયેલી પેટાચૂંટણી અને સ્થાનિક નિગમની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે લોકો દેશમાં વિકાસ ઇચ્છે છે. હવે તેઓ ભ્રષ્ટાચાર અને કુશાસનને સહન કરી કરે. ગુજરાતમાં કેટલાક સ્થાનિક નિગમોમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં શાનદાર જીત માટે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ કાર્યકર્તાઓને શુભકામનઓ પાઠવી હતી.

વડાપ્રધાને આ અંગે કેટલાક ટ્વિટ કર્યા. ટ્વિટમાં તેમણે લખ્યું કે ગત્ત કેટલાક દિવસોમાં અલગ અલગ ચૂંટણીના પરિણામો આવ્યા છે, જેમાં સંસદીય, વિધાનસભા અને સ્થાનિક એકમોના ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તેમણે, ઇચ્છો પુર્વોત્તર હોય, પશ્ચિમ બંગાળ હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, ભાજપે ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. હું લોકોનો આભાર માનું છું.

બીજા ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું કે, દેશમાં આવેલા આ પરિણામ જણાવે છે કે લોકો વિકાસ ઇચ્છે છે. આ પરિણામો જણાવે છે કે લોકો દેશનો ચોતરફી વિકાસ ઇચ્છે છે. હવે તેઓ કુશાસન કે ભ્રષ્ટાચારને સહન નહી કરે. અત્રે નોંધનીય છે કે ભાજપે અસપ અને મધ્યપ્રદેશમાં એક એક લોકસભા જીત્યા બાદ મધ્યપ્રદેશ, ગુજરાત અને અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ કેટલીક સીટો જીતી છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક નિગમોમાં પેટા ચૂંટણીમાં પણ પાર્ટીને ભારે જીત પ્રાપ્ત કરી હતી.

You might also like