ધો.12 સાયન્સનું 9 મે, ધો.10નું પરિણામ તા. 23 મેએ જાહેર થશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આગામી મે માસના અંત સુધીમાં આવી જશે. ધોરણ દસનું પરિણામ ૨૩ મે અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તારીખ ૯ મેના રોજ જાહેર કરશે તેવું અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તારીખ ૩૧ મેના રોજ જાહેર થવાની શક્યતા છે.

૭ મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ૧૭ લાખ ૫૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિજ્ઞાન પ્રવાહમાં ૧,૫૭,૧૬૦ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૨૨ લાખથી વધુ અને ધોરણ દસમા ૧૦,૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૮ની તુલનાએ વર્ષ ૨૦૧૯માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર જાહેર થશે. ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે ૧૧.૦૦ થી ૪.૦૦ કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલ ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે. બોર્ડની વેબસાઈટ www.gseb.org., www.gipl.net પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૫૫૦૦ ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં ૧૦મા અને ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦મા અને ૧૨મા ધોરણનાં પરિણામો ૧૩થી ૧૭મે વચ્ચે જાહેર થઈ શકે છે. સીબીએસઈ ૧૨મા ધોરણનું રિઝલ્ટ પહેલાં બહાર પાડશે. ત્યારબાદ ૧૦માનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા આપેલા ઉમેદવારો સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in અને cbseresults.nic.in પર જઇને રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ ૩૧ લાખ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપી હતી.

સીબીએસઈએ ૧૪ માર્ચથી જ પેપર ચેકિંગ શરૂ કરી દીધું હતું, મેના પહેલાં અઠવાડિયા સુધી ૧.૭ કરોડ પેપરોની મૂલ્યાંકન પ્રક્રિયા મેના પહેલા સપ્તાહમાં પૂર્ણ થઈ જાય તેવી સંભાવના છે. જેથી પરિણામ સમયસર જાહેર થવાની શક્યતા છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 week ago