પરિણામોના કારણે શેરબજારમાં સુધારો જોવાશે

અમદાવાદ: પાંચ રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલાં પરિણામોમાં સૌથી મોટા રાજ્ય યુપીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી તથા ઉત્તરાખંડમાં પણ બીજેપીના અસરકારક દેખાવના કારણે શેરબજારમાં તેની સકારાત્મક અસર જોવાશે. નોંધનીય છે કે છેલ્લે નિફ્ટી ગઇ કાલે છેલ્લે ૭.૫૫ પોઇન્ટના સુધારે ૮,૯૩૪.૫૫ની સપાટીએ બંધ જોવાઇ હતી. સોમવારે હોળીના કારણે શેરબજાર બંધ છે. આમ, ત્રણ દિવસની રજા બાદ મંગળવારે શેરબજાર ખૂલશે. બજારના એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે નિફ્ટી શરૂઆતે ૯ હજારની સપાટી ક્રોસ કરે તેવી મજબૂત શક્યતા જોવા મળી રહી છે. ખાસ કરીને બેન્કિંગ, કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઇ શકે છે. દરમિયાન આગામી સપ્તાહે ૧૪ અને ૧૫ તારીખે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક છે તથા ફુગાવાના ડેટા પણ મંગળવારે આવનાર છે. બજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે. સેન્સેક્સ પણ આગામી સપ્તાહે ફરી ૨૯ હજારની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like