ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ જાહેર

ગાંધીનગરઃ ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82 ટકા પરિણામ જાહેર થયું છે. માર્ચમાં રાજ્યના કુલ 496 કેન્દ્રો-પેટાકેન્દ્રો પરથી સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહમાં કુલ 5,05651 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 2,81,256 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું એલીસબ્રિજ કેન્દ્ર(અમદાવાદ)નું 100 ટકા પરીણામ છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ભીખાપુરા કેન્દ્રનું 10.07 ટકા છે.

ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો 73.85 ટકા સાથે સુરત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે 30.81 ટકા સાથે છોટા ઉદેપુર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 81 છે. જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 127 છે. અમદાવાદના ૬ ઝોનમાં ધો.૧રની પરીક્ષા લેવાઇ હતી. જેલના કુલ ૩પ કેદીઓએ ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી છે. ગત વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ પપ.૮પ ટકા જાહેર થયું હતું, જે આ વર્ષે તેની આસપાસ રહેવાની શક્યતા છે. ગત વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી અને સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું ૭૩.પ૦ ટકા આવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like