નામ બડે અૌર… જાણીતી રેસ્ટોરાં- હોટલ પાસે હેલ્થ લાઈસન્સ જ નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરાતાં હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ સામે ખાસ ગંભીર પગલાં લેવાતાં નથી. આમ પણ ખાદ્યપદાર્થોના નમૂના લેવાના મામલે તંત્ર જે તે સિઝન પૂરતી માત્ર ‘સિઝનલ’ કામગીરી કરીને સંતોષ માની લેતું હોઇ લોકોની નજરે પ્રશંસા પામ્યું નથી. હેલ્થ લાઇસન્સ વગર ધમધમતાં હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસનો પણ સત્તાધીશોની ટોકન કામગીરીમાં સમાવેશ થાય છે. મંગળવારે મહિનાઓ બાદ શહેરમાં હેલ્થ લાઇસન્સ વગરનાં એક હોટલ અને પાંચ ગેસ્ટ હાઉસને સીલ મરાયાં હતાં, જોકે પૂર્વ ઝોનમાં કરાયેલી આ સી‌િલંગ ઝુંબેશ બાદ કોર્પોરેશનના સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનના હેલ્થ લાઇસન્સ વગરનાં ૪૩ હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. નવા પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે ધમધમતાં હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ વિરુદ્ધ તો બે મહિના પહેલાંની સ્ટેન્ડિંગ કમિટીમાં વેજલપુરનાં કોર્પોરેટર ઇલા પટેલે ભારે રોષ ઠાલવ્યો હતો. તે વખતે આ મહિલા સભ્યે સંબંધિત અધિકારીઓ પર પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે જો તમને અમારા ઝોનનાં ગેરકાયદે હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ નજરે ન પડતાં હોય તો ચાલો હું સી‌િલંગ કરવા જઉંં છું!

અલબત્ત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે ‘સી‌િલંગ કાર્યવાહી તંત્ર કરતું હોય છે, તે આપણે કરવાની હોતી નથી’ તેવી સમજાવટ આપતાં આ મહિલા સભ્યનો રોષ કંઇક અંશે શાંત પડ્યો હતો.

જોકે પૂર્વ ઝોનમાં તો મંગળવારે ઝોનના હેલ્થ વિભાગ અને એસ્ટેટ વિભાગે ઓઢવ, વિરાટનગર, નિકોલ, સોનીની ચાલી વગેરે વિસ્તારોમાં ત્રાટકીને સમ ખાવા પૂરતા ૬ એકમોને તો તાળાં માર્યાં, કમનસીબે નવા પશ્ચિમ ઝોનમાં આજની તારીખે પણ કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. હજુ પણ તંત્રના ચોપડે ૪૩ હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ પાસે હેલ્થ લાઇસન્સ નથી.

જેમાં બોડકદેવ વોર્ડની ગ્લોબલ ફ્યૂઝન ફૂડ, હોટલ લેમન, દુર્ગા ડાઇ‌િનંગ હોલ, ધી ગ્રાંડ ઇડન, અષ્ટવિનાયક, મારુતિ ડાઇ‌િનંગ ગુજરાતી થાળી, કેસર ફાસ્ટ ફૂડ, ન્યુ અ‌િભરુ‌િચ રેસ્ટોરાં, થલતેજમાં રા‌િધકા, હોટલ રાજવંશ, સાઉથ મસાલા રેસ્ટોરાં, હોટલ સ્ટાર ઇન, હોટલ સન સ્ટાર, બાલાજી કાઠિયાવાડી હેબતપુર, હોટલ માઝિશા, શ્રી ગણેશ ગુજરાતી થાળી, ડો‌િમનોઝ ‌િપઝા, માઝી હોટલ પેલેસ, એમ.એસ.ફૂડ, ઘાટલોડિયામાં ફાઇવ પ્લેટ, ગોતામાં હોટલ આગમન, પિઝા પોઇન્ટ, બંસીલ રેસ્ટોરાં, અમદાવાદ-૧પ, રેન ફોરેસ્ટ, મહાકાલી રેસ્ટોરાં, શિવશક્તિ હોટલ, ગ્લોબલ સ્પાઇસ, શિવાલા વિલેજ, તડકા રેસ્ટોરાં, ગોપી રેસ્ટોરાં, સૌરાષ્ટ્ર ડાઇ‌િનંગ, શિવશક્તિ સ્કાય લાઇન, હોટલ ગોકુલ અતિથિ, મકતમપુરામાં લમીઝ રેસ્ટોરાં, ચાંદલોડિયામાં મારુતિનંદન કાઠિયાવાડી અને ગાર્ડન રેસ્ટોરાં પાસે તંત્રનું હેલ્થ લાઇસન્સ નથી.

આમાં બોડકદેવની હોટલ લેમન, ન્યુ અભિરૂચિરેસ્ટોરાં, કેસર ફાસ્ટ ફૂડ, મારુતિ ડાઇનિંગગુજરાતી થાળી વગેરેની પાસે બીયુ પર‌િમશન ન હોવાથી હેલ્થ ‌લાઇસન્સ માટેની અરજી દફતરે કરાઇ છે તો જોધપુરની યુએસ પિઝામાં ફાયર ખાતાનો અભિપ્રાય મેળવાયો નથી. થલતેજની હોટલ રાજવંશ, હોટલ સ્ટાર ઇન વગેરેમાં પુરાવાનો અભાવ છે, જ્યારે હોટલ માઝિશા, હોટલ સન સ્ટારમાં ટીડીઓ ખાતા અને ફાયર ખાતાનો અભિપ્રાય લેવાયો નથી. આમ એક અથવા બીજા કારણથી હેલ્થ ખાતાના ચોપડે ૪૩ હોટલ-રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ પાસે હેલ્થ લાઇસન્સ નથી.

દરમ્યાન નવા પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો.મિલન નાયક કહે છે, હાલમાં તંત્ર દ્વારા ચોમાસાલક્ષી કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની સાથે-સાથે આવતા અઠવાડિયાથી હેલ્થ લાઇસન્સ વગરનાં હોટલ, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસને સીલ મારવાની ઝુંબેશ પણ હાથ ધરાશે.

નવા પશ્ચિમ ઝોનના હેલ્થ લાઈસન્સ વગરનાં હોટલ-રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ

વોર્ડ નામ સ્થળ પ્રકાર
બોડકદેવ રૂડું કાઠિયાવાડ હિમાલય આર્કેડ રેસ્ટોરાં
બોડકદેવ યુએસ ‌પિઝા કલ્યાણ ટાવર રેસ્ટોરાં
બોડકદેવ ૭ ડેઝ રેસ્ટોરાં આર-૩ મોલ રેસ્ટોરાં
બોડકદેવ હોટલ રોયલ સ્ટે અતુલ ટાવર ગેસ્ટ હાઉસ
થલતેજ ડો‌મિનોઝ ‌પિઝા એસજી હાઇવે રેસ્ટોરાં
ગોતા મારુતિનંદન એસજી હાઇવે રેસ્ટોરાં
કાઠિયાવાડી ગાર્ડન
મકતમપુરા હોટલ કલંદરી સોનલ ચાર રસ્તા રેસ્ટોરાં
ઘાટલોડિયા મહેફિલ રેસ્ટોરાં સતાધાર ચાર રસ્તા રેસ્ટોરાં
જોધપુર યુએસ ‌પિઝા શિવરંજની ચાર રસ્તા રેસ્ટોરાં

 

You might also like