રેસ્ટોરાં-હોટલમાં મંદીનો માહોલ

728_90

નવી દિલ્હી: દેશમાં ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાની જાહેરાત બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. ત્યારે દેશના દિલ્હી સહિત અનેક મહાનગરની વિવિધ હોટલ અને રેસ્ટોરાંની કમાણી પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. છેલ્લાં ત્રણ ચાર દિવસથી મોટા ભાગની હોટલ અને રેસ્ટોરાંમાં આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહયો છે. દરરોજની આવકની સરખામણીએ છેલ્લા થોડા દિવસથી કમાણી ઘટી રહી હોવાનું રેસ્ટોરાં અને હોટલોના સંચાલકો જણાવી રહયા છે. અને હાલ આ ધંધામાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિલ્હીના જેલ રોડ પર આવેલી મોટાભાગની રેસ્ટોરાં અને હોટલ પર અગાઉના દિવસોની સરખામણીએ ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે. હોટલ અને રેસ્ટોરાં સમયસર ખૂલે છે પરંતુ ગ્રાહકો નહિ દેખાતા મંદીનું વાતાવરણ જોવા મળે છે. તેથી છેલ્લાં કેટલાક દિવસોથી હોટલ અને રેસ્ટોરાંમાં સ્ટાફની સંખ્યા ઘટાડી દેવામા આવી છે. અને ફૂડની કોન્ટિટી પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. હોટલના સંચાલકો ૫૦૦ કે ૧૦૦૦ની નોટ લેવા તૈયાર હોવા છતાં ખાસ ઘરાકી જોવા મળતી નથી.

You might also like
728_90