ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મન્ચુરિયન વિથ ગ્રેવી

સામગ્રી :

250 ગ્રામ કોબીજ

1 ટેબલ સ્પૂન ગાજર

ચપટી સોડા

તળવા માટે તેલ

1 લીલું મરચું

1/2 ચમચી ચીલી સોસ

1/2  ચમચી કોર્નફલોર

1/4 ચમચી સોયા સોસ

ગ્રેવી બનાવવા માટે…

સામગ્રી :

5 કળી લીલુ લસણ

3 નંગ લીલા કાંદા

1 ટેબલ સ્પૂન સમારેલું ગાજર

ચપટી મરી પાવડર

સ્વાદ મુજબ મીઠું

1/4 ચમચી ચીલી સોસ

1/4 ચમચી સોયા સોસ

1/2 ચમચી કોર્નફલોર

1/4 ચમચી આદું

1/4 ચમચી તેલ

1 કપ પાણી

બનાવવાની રીત :

મન્ચુરિયન બોલ  બનાવવાની બધી સામગ્રી ભેગી કરી બોલ વાળી ગરમ તેલ માં તળી લેવા.

ગ્રેવી બનાવવા માટે તાવડીમાં લીલું લસણ, લીલા કાંદા અને આદું ફાસ્ટ તાપે સાંતળી લેવું. તેમાં ઝીણું સમારેલું ગાજર, મીઠું, મરી, ચીલી સોસ, સોયા સોસ નાખી હલાવવું. હવે પાણી માં કોર્નફલોર ઓગળી તેની પેસ્ટ બનાવી, તાવડીમાં નાખી, ઉકાળવા દો. બે મિનીટ પછી ગેસ બંધ કરી, મન્ચુરિયન બોલ નાખો. ઝીણી સમારેલી લીલી ડુંગળીથી સજાવીને પીરસો.

You might also like