OMG! ચેન્નઈમાં ખૂલી રેલવે કોચમાં રેસ્ટોરાંઃ નામ ચેન્નઈ એક્સપ્રેસ

ભારતીય રેલવેના ઐતિહાસિક વારસાને દર્શાવતા ચેન્નઇના રેલ-મ્યુઝિયમમાં હવે એક નવું આકર્ષણ ઉમેરાયું છે. ભારતમાં ટ્રેનોના ઇતિહાસને અલગ અલગ રીતે અહીં રજૂ કરવામાં આવ્યો છે. અહીં રેલવેના જૂના કોચને રેસ્ટોરાંમાં કન્વર્ટ કરીને એમાંથી લકઝુરિયસ રેસ્ટોરાં તૈયાર કરવામાં આવી છે.

આ કોચમાં એન્ટિક ફિલ આપે એવું ઇન્ટિરિયર છે અને બહાર મોર્ડન આર્ટ પેઇન્ટિંગ્સ છે. માત્ર ત્રણ જ મહિનામાં ઊભી કરવામાં આવેલી આ રેસ્ટોરાં ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, નોર્થ ઇન્ડિયન અને સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. ટ્રેનોમાં સામાન્ય રીતે ફેમસ હોય એવી વાનગીઓ પણ અહીં સમાવવામાં આવી છે.

ટૂંકમાં હવે રેલ મ્યુઝિયમ જોવા આવનારા લોકોને રેલવે-થીમની રેસ્ટોરાંમાં પેટ પૂજા કરવાનો પણ લહાવો મળશે. આ પહેલાં ભોપાલમાં પણ રેલવે કોચ રેસ્ટોરાં ખૂલી ચૂકી છે.

You might also like