વિદ્યાર્થીના મોત માટે વાયરિંગમાં ગુનાહિત બેદરકારી જવાબદાર

અમદાવાદ: શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા સંતોષી ટ્યૂશન ક્લાસીસમાં જતા હાર્દિક નામના વિદ્યાર્થીનું લોખંડની સીડીમાં કરંટ લાગવાથી મોત થવાના ચકચારી કિસ્સામાં ત્રણ અલગ અલગ જગ્યાએ વાયરિંગમાં ફોલ્ટ હોવાનું એફએસએલની તપાસમાં સામે આવ્યું છે. ટ્યૂશન ક્લાસીસ, ગેરેજ તેમજ ટીવી ‌રિપેરિંગની દુકાનના વાય‌િરંગમાં ફોલ્ટના કારણે લોખંડની સીડીમાં કરંટ પહોંચ્યો હોવાનું એફએસએલએ તારણ આપ્યું છે. આ ચકચારી ઘટનાને ત્રણ દિવસ થઇ ગયા, પરંતુ ટોરેન્ટ પાવરની વિ‌િજલન્સની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા માટે આવી નથી. શુક્રવારની સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો તે સમયે હાર્દિક સીડી ચઢીને ક્લાસીસમાં જતો હતો ત્યારે સીડીમાં કરંટ હોવાથી તે ઊછળીને જમીન પટકાયો હતો.

ઘોડાસર વિસ્તારમાં આવેલા સૂર્યકિરણ રો-હાઉસમાં રહેતા અને ધોળકા ફાર્માસ્યુ‌િટકલ કંપનીમાં નોકરી કરતા દીપકભાઇ ગુપ્તાએ તેમનો 16 વર્ષીય પુત્ર ગુમાવ્યો છે. દીપકભાઇનો પુત્ર હાર્દિક 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો અને ઘોડાસરમાં આવેલ વનદેવ કોમ્પ્લેક્સમાં સંતોષી ગ્રૂપ ક્લાસીસમાં ટ્યૂશન કરવા માટે જતો હતો. શુક્રવાર સાજે સાડા પાંચ વાગ્યાની આસપાસ હાર્દિક કલાસીસમાં જવા માટે નીકળ્યો હતો. ક્લાસીસના ‌િબ‌િલ્ડંગ પાસે પહોંચ્યો ત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. હાર્દિક ક્લાસીસમાં જવા માટે લોખંડની સીડીઓ ચઢતો હતો ત્યારે એકાએક તેને કંરટ લાગતાં તે જમીન પર પટકાયો હતો. આ ઘટના જોઇ રહેલા સ્થાનિકો તાત્કા‌િલક દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વટવા પોલીસે આ ચકચારી કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને એફએસએલની ટીમ અને ટોરેન્ટ પાવરની ટીમને સ્થળ તપાસ માટે બોલાવી હતી. એફએસએલના સાય‌િન્ટ‌િફક ઓફિસર એમ. કે. રાણાએ જણાવ્યું છે કે હાર્દિકના મોતના મામલે બે વખત સ્થળ તપાસ કરી છે, જેમાં સંતોષી ટ્યૂશન ક્લાસીસ તેમજ ટ્યૂશન ક્લાસીસની નીચે આવેલ ગેરેજ અને ટીવી ‌િરપે‌િરંગની દુકાનના વાયરિંગમાં અસંખ્ય ફોલ્ટ જોવા મળ્યા છે. ત્રણેય જગ્યાની બેદરકારી પ્રાથ‌િમક દૃષ્ટિએ સામે આવી છે ત્યારે વટવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ અે.બી. ભટ્ટે જણાવ્યું છે કે ટોરેન્ટ પાવરની ટીમ હજુ સુધી સ્થળ તપાસ માટે આવી નથી. તેના ‌િરપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવશે.

You might also like