રાજીનામા બાદ માયાવતીએ બોલાવી બસપા નેતાઓની બેઠક

લખનઉ: બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાંછી રાજીનામું આપ્યા બાદ આગળની રણનીતિ નક્કી કરવા માટે 23 જુલાઇએ દિલ્હીના જંતરમંતર પર પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે. દલિતોના મુદ્દા પર રાજ્યસભામાં વાત કહેવાનો મોકો ન મળવાથી નારાજ બસપા પ્રમુખએ બે દિવસ અગાઉ પોતાના સભ્યપદથી રાજીનામું આપી દીઘું હતું. કાલે રાજીનામુ મંજૂર થયા બાદ માયાવતીએ દિલ્હીમાં જ રવિવારે ઉત્તર પ્રદેશની સાથે જ બીજા રાજ્યોના પ્રમુખ પદાધિકારીઓની બેઠક બોલાવી હતી.

સૂત્રોનું કહેવું છે કે દલિતોના મુદ્દા પર બસપા પ્રમુખ દ્વારા રાજીનામ આપવાની માગ હવે દરેક જગ્યાએ પહોંચાડવાની તૈયારી છે. બસપા પ્રમુખ રાજ્યસભામાં જે બોલ્યા એને સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા દલિતોની વચ્ચે પહોંચીને આ સંદેશો આપવાનો પ્રયત્ન છે. દલિતોની લડાઇ લડવા માટે બસપા પ્રમુખએ પોતાના પદની પણ ચિંતા કરી નહીં. 23 જુલાઇના રોજ દિલ્હીમાં બેઠકમાં એની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ ગત મંગળવારે રાજ્યસભામાં પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દેશની રાજનીતિ માહોલ અચાનકથી ગરમ થઇ ગયો હતો. બસપા સુપ્રીમો માયાવતીએ એવો આરોપ લગાવ્યો હતો કે, સહારનપુર મુદ્દા પર એમને બોલવામાં દેવામાં આવ્યા નહતા. એમને જબરદસ્તી ચૂર કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ સરકાર પર પણ પ્રહારો કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like