દેશનાં સૈનિકો માટે બેંક કર્મચારીએ 1 કરોડ રૂપિયાનું કર્યું દાન

ભાવનગર : સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રનાં કર્મચારી પરિવાર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ભાવનગર ખાતેની વિભાગીય કચેરીનાં સંયુક્ત ઉપક્રમે આજે એસબીઆઇની નિલમબાગ ચોકમાં આવેલી ઝોનલ ઓફીસમાં કલેક્ટર હર્ષદભાઇ પટેલને નેશનલ ડિફેન્સ ફંડમાં રૂ 1.2 કરોડની દાનની રકમનો ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો. અવસરે એસબીએસનાં મુરબ્બી જનાર્દન ભટ્ટ, એસબીઆઇનાં જી.એમ રમેશકુમાર અગ્રવાલ, ડીજીએમ અશોકકુમાર, અધિકારીઓ અને એસબીએસ કર્મચારી પરિવારનાં સભ્યો તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જનાર્દનભાઇ દવેએ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની પ્રવૃતિઓ વિષે વિગતવાર માહિતી આપી હતી. તેમના પત્ની પદ્માબહેનનાં હસ્તે નેશનલ ડિફેન્સ ફંડમાં દાનમાં આપવાની 1 કરોડની રકમનો ચેક કલેક્ટરને અર્પણ કરાયો હતો. અવસરે કલેક્ટર હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતું કે નેશનલ ડિફેન્સ ફંડમાં કોઇ એક સંસ્થા 1 કરોડ જેવી મોટી રકમનું દાન આપે તે વિરલ ઘટના છે.

ઉમદા યોગદાન માટે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કર્મચારી પરિવાર અભિનંદનને પાત્ર છે. અંગત રીતે હું ગૌરવ અનુભવું છે. એસબીઆઇ કર્મચારી પરિવારની સામાજિક સેવાકીય પ્રવૃતિઓને પણ બિરદાવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં જી.એમ રમેશકુમાર અગ્રવાલે પણ એસબીઆઇ કર્મચારી પરિવારની સરાહનાં કરી હતી. 1 કરોડનું દાન અપાયું તે બદલા પોતે પણ ગૌરવ અનુભવનતા હોવાનું જણાવી સેવાકીય પ્રવૃતિઓનાં પ્રણેતા જનાર્દનભાઇનો ખાસ આભાર મા્યો હતો.

You might also like