પાટીદારોને ન્યાય માટે રેશમા પટેલ મેદાનમાં, Dy. CM સાથે કરી મુલાકાત

પાટીદારોને ન્યાય અપાવવા માટે ભાજપ નેતા રેશમા પટેલે બાંયો ચઢાવી છે. રેશમા પટેલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મળવા માટે પહોંચ્યા હતા. અમદાવાદના 5 મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનો સાથે નીતિન પટેલ પાસે પહોંચ્યા હતા. ડે. સીએમ સાથેની મુલાકાતમાં તેમણે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનોને લાભ ન મળ્યા હોવા અંગે રજૂઆત પણ કરી હતી.

ઉપ મુખ્યપ્રધાન સાથે મુલાકાત બાદ રેશમા પટેલે નિવેદન આપ્યુ હતુ કે સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે. મૃતકોના વારસદારોને નોકરી આપવાની દિશામાં પ્રયત્નશીલ છે. આ સાથેજ રેશમાએ એમ પણ કહ્યુ કે મૃતક પાટીદાર યુવાનોના પરિવારજનમાંથી કોઇને અર્ધ સરકારી, સહકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવે.

રેશમા પટેલે કહ્યું કે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવામાં આવે અને સરકાર પ્રયત્નશીલ બને. રેશમા પટેલે એમ પણ કહ્યુ કે અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ માટે પણ પ્રયાસો ચાલુ છે. મારા માટે પહેલા સમાજ અને પછી પક્ષ છે.

You might also like