નવી નોટોનાં સર્કુલેશન પર RBIની બાજ નજર : બેંકોને આપ્યા કેટલાક નિર્દેશ

નવી દિલ્હી : નોટબંધીનાં નિર્ણય બાદ અત્યાર સુધી મની લોન્ડ્રિંગ અને નોટોની બિનકાયદેસર અદલા બદલીનાં મુદ્દે કેટલાક લોકો પકડાઇ ચુક્યા છે. હવે આ સમસ્યાને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની તરફથી કાર્યવાહી ચાલુ કરી દીધી છે. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને આદેશ આપ્યો છે કે તે કરન્સી ચેસ્ટમાંથી નિકળનારી નોટોની મુવમેન્ટને ટ્રેક કરે. ઉપરાંત પણ કેટલાક દિશાનિર્દેશો આરબીઆઇ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

1. કરન્સી ચેસ્ટમાંથી નિકળનારી નવી નોટોને ટ્રેક કરવામાં આવે અને તેના માટે રિપોર્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવે.
2. બેંકોને સલાહ આપવામાં આવી કે તેઓ કરન્સી ચેસ્ટ અને લિંક બ્રાંચોના સ્તર પર મહાત્માગાંધી સીરિઝની નવી નોટ બહાર પાડ્યાનો રિપોર્ટ રાખે
3. નકલી નોટોને માર્કેટમાં સર્કુલેટ કરી રહેલા લોકોની ઓળખ માટે બેંકોએ આદેશ આપ્યો છે કે તે પોતાની બ્રાંચને સીસીટીવી કેમેરા હેઠળ રાખે.
4. બેંકોને કહેવામાં આવ્યું કે તેઓ 8 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી શાખાઓ અને કરન્સી ચેસ્ટમાં કામ દરમિયાનનાં સીસીટીવી રેકોર્ડિંગને આગામી આદેશ સુધી સુરક્ષીત રાખે. આનાથી કરન્સીની હેરાફેરી કરનારા વ્યક્તિ/કર્મચારીઓને પકડી શકાય. જેથી એજન્સીઓને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં સરળતા રહે.

You might also like