શરણાર્થીઓ ભરેલી બોટની સમુદ્રમાં જળસમાધિ

સિડની: આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા પર માનવ તસ્કરીના આરોપથી બચવા માટે ઓસ્ટ્રેલિયાની રેસ્ક્યૂ ટીમ 31 શરણાર્થીઓને ડૂબતાં રોકી શકી નહી અને તેમની આંખો સામે જ બધા જ એજિયન સમુદ્રમાં સમાઇ ગયા. શરણાર્થીઓથી ભરેલી બોટ તુર્કીની સીમા પર હતી.

ઓસ્ટ્રેલિયાઇ નાગરિક સિમોન લેવિસે જણાવ્યું હતું કે તે પોતાની ટીમની સાથે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા પર પેટ્રોલિંગ માટે નિકળ્યા હતા, જ્યારે તેમણે ગ્રીક આઇલેન્ડ પાસે એક શરણાર્થી બોટને મુશ્કેલીથી જોઇ.

નજીક પહોંચતાં રેસ્ક્યૂ ટીમે જોયું કે ડૂબતી બોટ તુર્કીની સીમા પર હતી. આંતરરાષ્ટ્રીય સીમા હોવાના લીધે તે ઓસ્ટ્રેલિયાઇ ટીમ તુર્કીની સીમામાં પ્રવેશી શકી નહી. ઓસ્ટ્રેલિયાઇ ટીમ 31 લોકોથી ભરેલી બોટને ડૂબતાં જોતી રહી. ડૂબતી બોટમાંથી એક મહિલાએ પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કરતાં તેને ફેંકવાનો પ્રયત્ન કર્યો જેથી સીમાની પેલે પાર ઉભેલા લોકો તેને બચાવી લેં.

રેસ્ક્યૂ ટીમના પ્રમુખે કહ્યું કે ‘આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા હોવાના લીધે અમે લાચાર હતા અને ઉભા રહીને તે લોકોને ડૂબતાં જોતાં રહ્યાં.’ તેમણે કહ્યું કે જો અમે સીમા પાર કરીને તે લોકોની મદદ કરવા જતાં તો અમારા પર માનવ તસ્કરીનો આરોપ લાગી જાત. તેમણે એ પણ કહ્યું કે અંતર ઓછું હોત તો તે માસૂમ બાળક સહિત 31 લોકોનો જીવ બચાવી શકાત.

You might also like